અરે વાહ..! આવી નોકરી મળે તો ગંગા નાહ્યા, ગાદલા પર સુવો અને વર્ષે લાખો રૂપિયા કમાવ

જે લોકોને આરામ ગમે છે તેમના માટે નોકરી(Job) ની અદ્ભુત ઓફર છે. તમારે ફક્ત ટીવી પર તમારો મનપસંદ કાર્યક્રમ નિરાંતે જોવાનો છે અને પગાર તમારા ખાતામાં…

જે લોકોને આરામ ગમે છે તેમના માટે નોકરી(Job) ની અદ્ભુત ઓફર છે. તમારે ફક્ત ટીવી પર તમારો મનપસંદ કાર્યક્રમ નિરાંતે જોવાનો છે અને પગાર તમારા ખાતામાં જમા થશે. આ વાત જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું છે. ખાસ વાત એ છે કે, તમે આ કામ ઘરેથી જ કરી શકો છો, આ માટે તમારે કોઈ ઓફિસ જવાની જરૂર નથી.

વર્ષ દરમિયાન મળશે મોટી રકમ:
‘ધ સન’ના અહેવાલ અનુસાર, લક્ઝરી બેડિંગ કંપની(Luxury Bedding Company) ‘ક્રાફ્ટેડ બેડ્સ’ મેટ્રેસ ટેસ્ટરને હાયર કરી રહી છે. એટલે કે, તે લોકો જે ગાદલાનો ઉપયોગ કરે છે અને જણાવે છે કે તેમાં શું સુધારો કરવો જોઈએ. આ નોકરી માટે કંપની વાર્ષિક 24,000 પાઉન્ડ (લગભગ 25 લાખ રૂપિયા) ચૂકવશે. આ સમય દરમિયાન તમારે સાપ્તાહિક ધોરણે ઉચ્ચ ગુણવત્તા વાળા ગાદલાની ચકાસણી કરવાની હોય છે.

કંપનીએ આપ્યું આ કારણ:
ખરેખર, કંપની ઈચ્છે છે કે, તેના ગાદલા ખરીદનારાઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. તેથી તેઓ બજારમાં લોન્ચ કરતા પહેલા તમામ પરીક્ષણો કરવા માંગે છે. આ માટે ‘મેટ્રેસ ટેસ્ટર(Mattress tester)’ની નોકરી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નોકરી કરતા વ્યક્તિએ આખું અઠવાડિયું 37.5 કલાક ગાદલા પર સમય પસાર કરવો પડશે. ક્રાફ્ટેડ બેડ્સના માર્કેટિંગ મેનેજર બ્રાયન ડિલને જણાવ્યું હતું કે, “ગ્રાહકનો સંતોષ એ અમારા માટે સૌથી મહત્વની બાબત છે. તેથી જ અમે ‘મેટ્રેસ ટેસ્ટર’ ની નિમણૂક કરી રહ્યા છીએ, જેથી ગાદલાની ગુણવત્તા જાણી શકાય.

ब्रायन डिलन ने बताया कि यह पूरी तरह से रिमोट जॉब है. यानी कर्मचरियों को ऑफिस आने की जरूरत नहीं है. गद्दे उनके घर ही पहुंचा दिया जाएंगे. उन्होंने कहा कि आवेदक को नौकरी पाने के लिए कुछ शर्तों को पूरा करना होगा. सबसे पहली तो यही कि वो ब्रिटेन का निवासी होना चाहिए. उसे बिना किसी व्यवधान के अकेले मैट्रेस टेस्टिंग में सक्षम होना चाहिए. इसके अलावा, उसकी कम्युनिकेशन स्किल अच्छी होनी चाहिए, ताकि वो मैट्रेस टेस्टिंग का रिव्यु हमें लिखकर भेज सके.

આ કુશળતા હોવી છે જરૂરી:
બ્રાયન ડિલને કહ્યું કે, આ સંપૂર્ણપણે ઘર કામ છે. એટલે કે કર્મચારીઓએ ઓફિસ આવવાની જરૂર નથી. ગાદલા તેમના ઘરે પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે, નોકરી મેળવવા માટે અરજદારે કેટલીક શરતો પૂરી કરવી પડશે. સૌ પ્રથમ, તે બ્રિટનનો રહેવાસી હોવો જોઈએ. તે કોઈ પણ દખલગીરી વગર ગાદલું એકલા ચકાસવા માટે સક્ષમ હોવા જોઈએ. આ ઉપરાંત, તેની પાસે સારી વાતચીત કુશળતા હોવી જોઈએ. જેથી તે અમને ગાદલા પરીક્ષણનું રીવ્યુ અમને આપી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *