તમે ખાવાના શોખીન તો ઘણા જોયા હશે પરંતુ આજે એવા એક વિચિત્ર માણસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની પસંદ સાંભળી તમે હેરાન થઈ જશો. જોનપુર નો એક વ્યક્તિ છેલ્લા 15 વર્ષથી દરરોજ માટી સાથે જૂનો ખાઈ રહ્યો છે. તેમ છતાં તેનું સ્વાસ્થ્ય બિલકુલ સારું છે.
જૌનપુર જિલ્લાના શાહગંજ તાલુકાના કરીમપુર બિંદ ગામના રહેવાસી બરસાતું વર્મા ની ઉંમર ૬૦ વર્ષ છે. બરસાતું છેલ્લા 15-16 વર્ષથી લોકો વચ્ચે ચર્ચા નો વિષય બનેલો છે.છેલ્લા પંદર વર્ષોથી તે રોજ ત્રણથી ચાર કિલો માટી અને ૧૦૦ ગ્રામ ચુનો ખાય છે તેમ છતાં આજે પણ તે તંદુરસ્ત છે.
બરસાતુંનું માનીએ તો એકવાર તેને દમની બિમારી થઇ હતી. જે દિલ્હીમાં સારવાર કરાવી છતાં પણ સારું ન થયું હતું. ત્યારબાદ તે દિલ્હીથી પોતાના ગામ પાછો આવ્યો. અચાનક તેને માટી ખાવાની ઈચ્છા થઈ. ત્યારથી તે માટી અને ચુનો ખાવાના લાગ્યો. તેનો દમનો રોગ પણ સંપૂર્ણ રીતે સારો થઈ ગયો.
માટી અને ચુનો ખાવાની વાત સાંભળી કોરિયાથી પણ લોકો તેને જોવા આવી ચૂક્યા છે. અને તેને સન્માનિત પણ કર્યો છે. તેને માટી ખાવાથી સારું લાગે છે અને કોઈ બીમારી પણ નથી.માટી ખાનાર બરસાતું વિશે જ્યારે આજુબાજુના લોકોને પૂછવામાં આવ્યું તો તેનું કહેવું હતું કે તેને અમે છેલ્લા પંદર વર્ષોથી માટી અને ચુનો ખાતા જોઇ રહ્યા છીએ. તેને કંઈ નથી થતું અને તે એકદમ હટ્ટોકટ્ટો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.