હોળિકા દહનમાં આ વસ્તુ પધારવાથી થશો ધનવાન, જાણો તમારી રાશી મુજબ

9 માર્ચે ફાગણ પૂર્ણિમાએ હોળીકા દહન થશે અને મંગળવાર, 10 માર્ચે ધૂળેટી ઉજવવામાં આવશે. સોમવારે હોળીકા દહન થવું તે એક શુભ સંયોગ છે. પરંતુ આ…

9 માર્ચે ફાગણ પૂર્ણિમાએ હોળીકા દહન થશે અને મંગળવાર, 10 માર્ચે ધૂળેટી ઉજવવામાં આવશે. સોમવારે હોળીકા દહન થવું તે એક શુભ સંયોગ છે. પરંતુ આ વર્ષે તેનાથી પણ એક મોટો સંયોગ બની રહ્યો છે, જે 499 વર્ષ પછી બની રહ્યો છે. આ વર્ષે હોળી ઉપર ગુરુ અને શનિનો વિશેષ યોગ બની રહ્યો છે. આ બંને ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. માર્ચના છેલ્લા દિવસોમાં ગુરુ પણ પોતાની રાશિ ધનથી નીકળીને શનિની સાથે મકર રાશિમાં ચાલ્યો જશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 9 માર્ચે ગુરુ પોતાની ધન રાશિમાં અને શનિ પણ પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ પહેલાં આ ગ્રહોનો આવો યોગ 3 માર્ચ 1521માં બન્યો હતો, ત્યારે આ બંને ગ્રહો પોત-પોતાની રાશિમાં જ હતાં. હોળી પર શુક્ર મેષ રાશિમાં, મંગળ અને કેતુ ધન રાશિમાં, રાહુ મિથુન રાશિમાં સૂર્ય અને બુધ કુંભ રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. ગ્રહોના આ યોગમાં હોળી આવવાથી આ શુભ ફળદાયી બની રહેશે.

જાણો તમારી રાશી મુજબ

મેષઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, લાલ ચણોઠી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.

વૃષભઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલી 5 એલચી, થોડી સાકર.

મિથુનઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલા તજ, નાગરવેલનું આખું પાન.

કર્કઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, સાકર, પતાસા, પંચામૃત, ગાયના ઘીમાં પલાળેલા 5 એલચી.

સિંહઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, સોપારી, મકાઈ, રાઈ, બદામ, કોઈ ફળ.

કન્યાઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.

તુલાઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, પતાસા, સાકર, ગાયના ઘીમાં પલાળેલ 5 એલચી.

વૃશ્ચિકઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, લાલ ચણોઠી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.

ધનઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલ હળદરનો ગાંઠિયો, સોપારી.

મકરઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ, ગુગળ.

કુંભઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ, ગુગળ.

મીનઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલ હળદરનો ગાંઠિયો, સોપારી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *