અત્યાર સુધીમાં તમે 5000mAh, 10000mAh અથવા 20000mAh બેટરીવાળી પાવર બેંક (Power Bank) વિશે સાંભળ્યું કે જોયું હશે, પરંતુ આ યુવકે 27 મિલિયન mAh (27000000mAh ) બેટરીવાળી પાવર બેંક ડિઝાઇન કરી છે. આ પાવર બેંકની વિશેષતા એ છે કે તમે તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, ઈલેક્ટ્રિક બાઈક, ટીવી, વોશિંગ મશીન વગેરે ચાર્જ કરી શકો છો અથવા પાવર સપ્લાય પણ કરી શકો છો. ઉપરાંત, તે 10000mAh બેટરી સાથે ઘણી પાવર બેંકોને ચાર્જ કરવામાં સક્ષમ હશે.
હેન્ડી ગેંગે આ ‘મેગા પાવર બેંક’ના વિડિયોમાં જણાવ્યું છે કે તે એક જ સમયે 3,000 સ્માર્ટફોન (3,000mAh બેટરી સાથે) ત્રણ વખત ચાર્જ કરવામાં સક્ષમ હશે. મળતી માહિતી અનુસાર 100W ચાર્જિંગ ફીચરવાળી દુનિયાની પહેલી પાવરબેંક આવી છે, જેના દ્વારા ફોન 27 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે!
જાણવા મળ્યું છે કે, 27000000mAh બેટરીવાળી આ પાવર બેંકનો વીડિયો ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક્સ હેન્ડી મેન ઈન્ફ્લુઅન્સ હેન્ડી ગેંગ દ્વારા તેની વેબો અને યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં હેન્ડી ગેંગે લખ્યું છે કે, ‘મેં 27,000,000mAh બેટરી સાથે પોર્ટેબલ પાવર બેંક બનાવી છે.’ આ વીડિયોમાં હેન્ડીના મિત્રો પાસે તેના કરતા પણ મોટી પાવર બેંક છે. આ વીડિયોમાં પાવર બેંક બનાવતી વખતે તે એક મોટા ફ્લેટ બેટરી પેકનો ઉપયોગ કરે છે. આ પ્રકારનું બેટરી પેક ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં જોવા મળે છે.
બેટરી પેકને સુરક્ષિત રાખવા માટે, તેણે સિલ્વર મેટાલિક કેસ ડિઝાઇન કર્યો. તે પછી એક ઇનપુટ ચાર્જિંગ પોર્ટ અને 60 આઉટપુટ પોર્ટને ફિટ કરે છે. બધા આઉટપુટ ચાર્જિંગ પોર્ટ 220V ઇલેક્ટ્રિક વોલ્ટને સપોર્ટ કરે છે. મેગા પાવર બેંક બનાવ્યા પછી, તે તેનું પરીક્ષણ કરે છે, જેમાં 20 ઉપકરણો એક સાથે જોડાયેલા હોય છે. આ ઉપકરણોમાં સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને પાવર બેંક વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં તે આ પાવર બેંકથી ટીવી પણ ચલાવી શકે છે. ઉપરાંત, તે વોશિંગ મશીન અને ઇલેક્ટ્રિક ઓવનને સપોર્ટ કરે છે. તે જ સમયે, વિડિયોમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરને પણ આ પાવર બેંકથી ચાર્જ કરીને બતાવવામાં આવ્યું છે.
આટલા બધા ઉપકરણો કનેક્ટ કર્યા પછી પણ આ મેગા પાવર બેંકમાં કોઈ શોર્ટ સર્કિટ જોવા મળ્યું નથી. હેન્ડી ગેંગે વીડિયોમાં તેને પોર્ટેબલ પાવર બેંક તરીકે વર્ણવી છે, જે કોઈપણ રીતે પોર્ટેબલ લાગતી નથી. આ મોટી મેગા પાવર બેંકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક પૈડાવાળું સ્ટેન્ડ લગાવવામાં આવ્યું છે, જેની મદદથી જ આ પાવર બેંકને એક જગ્યાયેથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.