દિલ્હી(Delhi) બાદ હવે મુંબઈ(Mumbai)માં પણ માસ્ક નહીં લગાવવા પર કોઈ દંડ નહીં લાગે. આ સાથે મહારાષ્ટ્ર(Maharashtra) સરકારે પણ 2 એપ્રિલથી તમામ કોરોના(Corona) પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. જેમાં માસ્કની જરૂરીયાત પણ સામેલ હતી. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને નિષ્ણાતો(Experts)એ સમર્થન આપ્યું છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વૃદ્ધો અને બીમાર લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે(Health Minister Rajesh Tope)એ જાહેરાત કરી કે, સરકાર દ્વારા તમામ નિયંત્રણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં માસ્કની આવશ્યકતા પણ સામેલ છે.
નાગરિકોને આપવામાં આવેલી રાહત અંગે બીએમસીના પૂર્વ વિપક્ષી નેતા રવિ રાજાએ કહ્યું, “આ નિર્ણય ઘણો સારો છે.” સરકારના આ નિર્ણયને અમે સમર્થન આપીએ છીએ. અન્ય દેશોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત, ચીનના કેટલાક શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. પરંતુ, મુંબઈ અને દેશભરમાં કોરોનાના ઓછા કેસ છે. તેથી અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ.
આ અંગે બીએમસીના પૂર્વ ગ્રુપ લીડર પ્રભાકર શિંદેએ જણાવ્યું કે, આ નિર્ણય પહેલા લેવો જોઈતો હતો, કારણ કે કોરોનાના ઓછા કેસ સામે આવી રહ્યા છે. પરંતુ, નાગરિકો માટેના તમામ પ્રતિબંધો હટાવવામાં આવ્યા ન હતા. કહ્યુ દેર આયે દુરસ્ત આયે. કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય મોડો લેવામાં આવ્યો છે.
બીજી તરફ, DDMA એ પણ દિલ્હીમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ દંડ ન વસૂલવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક રમણ ગંગાખેડકરે કહ્યું, હું એમ નહીં કહું કે માસ્કની જરૂરિયાતને દૂર કરવી એ અયોગ્ય નિર્ણય છે.
ડોક્ટર રમણ ગંગાખેડકરે કહ્યું કે, ભારતમાં હવે ચેપનો દર ઘણો ઓછો છે, તેથી વર્તમાન પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે માસ્ક હજુ પણ જરૂરી છે. તેમણે કહ્યું, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોનો મતલબ વરિષ્ઠ નાગરિકો, અન્ય રોગોથી પીડિત લોકો અથવા જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.