દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે ઘણા લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલની કિંમત અંગે કેન્દ્ર સરકારે મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. સરકારના આ ખાસ પ્રકારના નિર્ણયથી તેલની કિંમતોમાં સામાન્ય લોકોને રાહત મળી શકે છે.
પ્રાકૃતિક ગેસ મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં નિવેદન જાહેર કર્યું છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મહત્વની જાણકારી આપી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ એક સરખો રાખવા માટેની યોજના હાલમાં વિચારાધીન નથી. GST પરિષદે ગેસ અને તેલની GSTમાં સમાવેશ કરવાની કોઈ ભલામણ કરવામાં આવી નથી.
પ્રાકૃતિક ગેસ મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવો નક્કી કરવા માટે વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભાવને આધારે તેમનો ભાવ નક્કી કરવામાં આવે છે. સાથે તેઓએ કહ્યું છે કે, ભારત ઈંધણની જરૂરિયાતના આશરે 85 % અન્ય દેશથી આયાત કરે છે. જયારે બીજી બાજુ વૈશ્વિક બજારમાં કિંમતોના નિર્ધારણ તેલના ઉત્પાદન અને નિકાસ કરનારા દેશો કરે છે.
લોકસભામાં ઉદય પ્રતાપ સિંહ અને રોડમલ નાગરના જવાબમાં પ્રાકૃતિક ગેસ મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાણકારી પણ આપી છે. લોકસભામાં ઉપસ્થિત સભ્યોએ પૂછ્યું છે કે, શું દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સરખા રાખવા માટે સરકાર કોઈ યોજના બનાવી રહી છે. ત્યારે પ્રતીયુતરમાં જવાબ આપતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે આ માટે હાલમાં સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.