આ ચાર ઘરેલું નુસખાથી માખણની જેમ ઓગળી જશે શરીરની ચરબી, જુઓ કેવી રીતે?

સ્થૂળતા(Obesity) ઘણા ગંભીર રોગોનું કારણ બની શકે છે. ફાસ્ટ લાઈફમાં જો તમે સમયસર વધતા વજનને કાબૂમાં ન રાખો તો સમસ્યા ઝડપથી વધવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ્સ (Health experts)નું કહેવું છે કે વજન ઘટાડવું(Weight loss) કોઈ પડકારથી ઓછું નથી. કેટલાક લોકો આ માટે જીમ (Gym)માં ખૂબ પરસેવો કરે છે, જ્યારે કેટલાક સીધા ડૉક્ટર(Doctor) પાસે જાય છે. આ બધા સિવાય અમે તમારા માટે વજન ઘટાડવા માટેની આયુર્વેદિક ટિપ્સ(Ayurvedic tips) લાવ્યા છીએ. જેનાથી તમારું વજન ખુબ જ ઝડપથી ઘટવા લાગશે.

અજમો વજન ઘટાડવામાં અસરકારક છે:
ઔષધીય ગુણોથી ભરપૂર અજમો માત્ર સ્વાસ્થ્ય જાળવતું નથી, પરંતુ વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. એક રિસર્ચ અનુસાર, અજમો એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. દેશના પ્રખ્યાત આયુર્વેદિક ડૉક્ટર અબરાર મુલતાની કહે છે કે અજમામાં રેચક ગુણ હોય છે, જે પાચનને મજબૂત બનાવે છે. જ્યારે શરીરમાં પાચન શક્તિ મજબૂત હોય છે, ત્યારે વજનને નિયંત્રિત કરવું સરળ બને છે.

આ 4 રીતે અજમાનો ઉપયોગ કરો:
1. મેથી, કલોંજી અને અજમો:
– મુઠ્ઠીભર મેથીના દાણા, કલોંજી અને અજમો સૂકવી લો.
– તેને સારી રીતે પીસીને બારીક પાવડર બનાવો અને તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
– રાત્રે સૂતા પહેલા 1 ચમચી પાવડર એક ગ્લાસ ગરમ પાણી સાથે લો.
– આ પાવડરનું નિયમિત સેવન તમને ચરબી બર્ન કરવામાં મદદ કરશે.

2. પાણી અને અજમો:
– અજમાને સુકવી તેને ઉકળતા પાણીમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.
– રંગ બદલાય એટલે તેને ગાળીને પી લો.
– દરરોજ તેનું સેવન કરો, વજન નિયંત્રણ રહેશે.

3. મધ અને અજમો:
– શરીરની ચરબી ઘટાડવા માટે મધ અને અજમાનું સેવન કરો.
– સૌથી પહેલા 25 ગ્રામ અજમો 250 મિલી પાણીમાં આખી રાત પલાળી રાખો.
– બીજા દિવસે સવારે પાણીને ગાળીને તેમાં 1 ચમચી મધ નાખીને પીવો.
– ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી આ ચાલુ રાખો, તમારું વજન ઝડપથી ઘટશે.

4. વરિયાળી અને અજમો:
– વજન ઘટાડવા માટે વરિયાળી અને અજમાનું સેવન કરો.
– આ માટે 1 ચમચી અજમો અને 1 ચમચી વરિયાળી લો.
– આ બંનેને 4 કપ પાણીમાં ઉકાળો.
– જ્યારે રંગ બદલાય ત્યારે તેને ગાળીને તેનું સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *