ગુજરાતના કેવડીયા કોલોની ખાતે બનાવવામાં આવેલા દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાવવા જઈ રહ્યું છે. 183 ફૂટ ઉંચા સ્ટેચ્યુને દુનિયાની 8મી અજાયબી જાહેર કરવાની તજવીજ મોદી સરકારે હાથ ધરી દીધી છે. સૌપ્રથમ આ મામલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં પ્રસ્તાવ લાવવામાં આવશે. એકતાનું એક એવું પ્રતીક જે વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ આપવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતા ચળવળના નેતા અને એકતામાં પ્રતીક એવા વલ્લભભાઈ પટેલ ને સમર્પિત છે આ સ્ટેચ્યુ.
હાલ દુનિયાની 7 અજાયબીઓમાં ભારતની એકમાત્ર ઈમારત એવા આગ્રા ખાતે આવેલા તાજ મહેલને જ સ્થાન અપાવામાં આવ્યું હતું. સ્ટેચ્યું ઓફ યુનિટીને 8મી અજાયબી જાહેર કરવા મોદી સરકારે હિલચાલ શરૂ કરી છે. આ મામલે શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી વ્લાદિમીર નોરોવેએ આ બાબતે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમારા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે. કારણ કે ભારત સરકાર એસસીઓના પ્રમુખોની પરિષદની જવાબદારી નિભાવવા તૈયાર છે. હાલ દુનિયાની 7 અજાયબીઓમાં ભારતના એકમાત્ર તાજ મહેલને સ્થાન અપાવામાં આવ્યું હતું. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ આ દરજ્જો આપવાને લઈને હિલચાલ તેજ કરી દેવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની સ્થાપના
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની સ્થાપના સૌપ્રથમ 7 ઓક્ટોબર 2010 ના રોજ કરવામાં આવી હતી. 20,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. 182 મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
Received Secretary General #ShanghaiCooperationOrganization Vladimir Norov. Reviewed the progress in our cooperation as India prepares to take up the responsibility of chairing the Council of #SCO Heads of Government. pic.twitter.com/UTwZwzMUSH
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 13, 2020
નાયબ મુખ્યમંત્રી સુશીલકુમારે પણ ગણાવી હતી આઠમી અજાયબી
બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરીને તેમણે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી ગણાવી હતી.
100 જાણીતા સ્થળની યાદીમાં પણ કરાયો છે સમાવેશ
182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળતા હવે વધારે પ્રસિદ્ધિ મળશે. ટાઇમ મેગેઝિન દ્વારા 2019ના વિશ્વના મહાન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને મુંબઇના સોહો હાઉસને સ્થાન મળ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના કેટલીક માહિતી
મુલાકાતીઓ માટે સમય ઘટાડવા માટે ઝડપી એલિવેટર, સ્ટેચ્યુનું ત્રણ સ્તરનું પ્રદર્શન ફ્લોર, મેઝેનાઇન અને છતમાં – મેમોરિયલ ગાર્ડન અને વિશાળ મ્યુઝિયમ તથા પ્રદર્શન હોલ છે જે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ નદીથી આશરે 500 ફુટ ઉંચાઈ પર છે જે એક સમયે લગભગ ૨૦૦ લોકો નો સમાવેશ કરે છે, અને મુલાકાતીઓને સરદાર સરોવરનું વિશાળ દૃશ્ય આપે છે.
સ્ટેચ્યુ સુધી પોંહચવા માટે 5 કિમી બોટ રાઇડિંગ ની સુવિધા પણ કરવામાં આવેલ છે. નર્મદા નદી અને સ્ટેચ્યુને નજર રાખતા વિશાળ આધુનિક કેનોપીડ પબ્લિક પ્લાઝાનો સમાવેશ થાય છે, જેમાં ખોરાકની દુકાનો, અલંકૃત ભેટની દુકાનો, અને અન્ય સવલતોનો સમાવેશ થાય છે, જે મુલાકાતીઓને એક સુંદર પ્રવાસનો અનુભવ પૂરો પાડે છે. નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઇ પટેલના 138મી જન્મ જયંતિની 31 મી ઓક્ટોબર 2013 ના રોજ પ્રતિમા માટે પાયો નાખ્યો હતો. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
શું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસિયત
સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની છે. ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે સ્થાન પર બનાવાઈ છે. તે અંગે જો વાત કરવામાં આવે તો. માં નર્મદા કિનારે 20 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિમાની આજુબાજુ 12 સ્ક્વેર કિલોમીટર જગ્યામાં તળાવ બનાવવામાં આવ્યું છે.
પ્રતિમાના નિર્માણ માટે ભારતના 7 લાખ ગામળાઓની પવિત્ર માટી મગાવવમાં આવી હતી. તો ખેડૂતોએ વાપરેલા લોખંડના ખેત ઓજાર પ્રતિકરૂપે એકત્ર કરવામાં આવ્યા હતા. પ્રતિમાના નિર્માણ માટે લોખંડ ભેગુ કરવા માટે લોહાસંગ્રહ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને આજ ખેડૂતોના ઓજારમાંથી આજે આ વિશ્વની સૌથી ઊંચી લોખંડી પુરુષની પ્રતિમા બનાવવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. 500,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી હતી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.