દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં અજીબોગરીબ દાવાઓ(Strange claims) કરવામાં આવે છે. આવું જ એક સ્થળ તુર્કી(Turkey)ના પ્રાચીન શહેર હીરાપોલિસ(The ancient city of Hierapolis)માં આવેલ છે. અહીં કહેવાય છે કે એક પ્રાચીન મંદિર (Ancient temple)છે જે નરકનું દ્વાર હોવાનો દાવો કરવામાં આવે છે. આ જગ્યા વિશે એવું કહેવામાં આવે છે કે જે પણ આ મંદિરની નજીક જાય છે તે મૃત્યુ પામે છે અને જો કોઈ આ મંદિરમાં પ્રવેશ કરે છે તો તેનો મૃતદેહ મળતો નથી.
મંદિરમાં પ્રવેશતાની જ સાથે મૃત્યુ:
આ જગ્યાને ‘નર્કનો દરવાજો’ કહેવામાં આવે છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી અહીં રહસ્યમય મોતની ઘટનાઓ બની રહી છે. સૌથી રહસ્યમય વાતતો એ છે કે મંદિરના સંપર્કમાં આવનાર કોઈપણ પ્રાણીનું મૃત્યુ થાય છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે ગ્રીક દેવતાનો ઝેરીલો શ્વાસ તમામ પ્રાણીઓને મારી નાખે છે. ગ્રીકો-રોમન સમયગાળા દરમિયાન, જે કોઈ મંદિરમાં આવતું તેનું માથું કાપી નાખવામાં આવતું હતું.
લોકો તેને નરકનો દરવાજો માને છે:
એવું કહેવાય છે કે આ મંદિરના સંપર્કમાં આવનાર લોકો, પ્રાણીઓ અને પક્ષીઓ પણ મૃત્યુ પામે છે. અહીં સતત થતા મૃત્યુને કારણે લોકો આ મંદિરના દરવાજાને ‘નર્કનો દરવાજો’ કહેવા લાગ્યા છે. ગ્રીક અને રોમન સમયમાં પણ લોકો મૃત્યુના ડરથી અહીં જવામાં ડરતા હતા.
વૈજ્ઞાનિકોએ આ રહસ્ય ઉકેલ્યું:
વૈજ્ઞાનિકોએ આ મંદિરની નજીક લોકોના રહસ્યમય મોતનો ભેદ ઉકેલ્યો છે. વૈજ્ઞાનિકોના મતે મંદિરની નીચેથી ઝેરી કાર્બન ડાયોક્સાઈડ ગેસ સતત બહાર આવે છે. આ જ કારણ છે કે તેના સંપર્કમાં આવતા જ મનુષ્ય, પશુ અને પક્ષીઓ મૃત્યુ પામે છે.
જંતુઓ પણ મરી જાય છે:
વૈજ્ઞાનિકોને મંદિરની નીચેની ગુફામાં મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ મળી આવ્યો હતો. સામાન્ય રીતે, જ્યારે માત્ર 10 ટકા કાર્બન ડાયોક્સાઇડ 30 મિનિટમાં વ્યક્તિને મારી શકે છે, જ્યારે મંદિરની ગુફાની અંદર ઝેરી ગેસનું પ્રમાણ 91 ટકા છે. તેથી જ અહીં આવતા જીવજંતુઓ પશુ-પક્ષીઓ તેના સંપર્કમાં આવતાની સાથે જ મૃત્યુ પામે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.