ક્યારેય પણ ફ્રીજમાં ન મુકવી જોઈએ આ વસ્તુ, જાણી લો નહીતર આવશે પછતાવાનો વારો

Do not refrigerate bread tomato bananas: ટામેટા સ્ત્રીઓ સામાન્ય રીતે ટામેટાને ફ્રીઝમાં મૂકી રાખે છે, ટામેટામાં પાણીનું પ્રમાણ ઓછુ હોય છે. તેથી ઠંડા તાપમાનમાં ઝડપથી…

Do not refrigerate bread tomato bananas:

ટામેટા
સ્ત્રીઓ સામાન્ય રીતે ટામેટાને ફ્રીઝમાં મૂકી રાખે છે, ટામેટામાં પાણીનું પ્રમાણ ઓછુ હોય છે. તેથી ઠંડા તાપમાનમાં ઝડપથી ખરાબ થાય છે. ફ્રીઝમાં રાખેલા ટામેટાંનો રંગ બદલાઇ જાય છે. આવાં ટામેટાંનો ઉપયોગ શાક બનાવવા માટે કરવામાં આવે તો સ્વાસ્થ્ય બગડે છે.

બ્રેડ
જો તમે લોકો બ્રેડને ફ્રીઝમાં સ્ટોર કરતાં હો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. ફ્રીઝમાં મુકેલી બ્રેડ સુકાઇ જાય છે અને બ્રેડનો સ્વાદ બદલાઇ જાય છે. તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

બટાકા
ફ્રીજમાં બટાકા રાખવામાં આવે તો તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં પરિવર્તન પામે છે, જે પેટમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. જો તમે ડાયા‌બિટીસનાં દર્દી હો તો કયારેય પણ ફ્રીઝમાં રાખેલા બટાકા ખાશો નહિ.

મધ
મધને ફ્રીઝમાં રાખવામાં આવે તો તેમાં ક્રિસ્ટલ બનવા લાગે છે અને મધ જામી પણ જાય છે. તમે જ્યારે મધને જમવામાં ઉપયોગ કરો છો તો તેનો સ્વાદ પણ બદલાય જાય છે અને અમુક વાર તો સ્વાદ આવતો પણ નથી. મધને રૂમ ટેમ્પરેચરમાં રાખવું યોગ્ય છે.

તરબૂચ
ગરમીની ‌ઋતુમાં તરબૂચ ખાવાનું બધાને પસંદ છે, પણ તેને ઠંડું કરવા માટે બધા લોકો તેને ‌ફ્રીઝમાં મુકે છે, ફ્રીજમાં મુકેલ તરબૂચ ખાવાથી તેમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો નાશ પામે છે. પૌષ્ટિક તત્ત્વો નાશ પામવાથી તે તરબૂચ ખાવા લાયક રહેતી નથી જે આપણા સ્વાસ્થયને નુકશાન કરે છે.

કોફી
કોફીને ફ્રીઝમાં મુકવાથી તેની બધી જ ફ્રેશનેસ નાશ પામે છે, આ ઉપરાંત તેની સુગંધ જતી રહે છે. ત્યાર પછી કોફી  અનેક બીમારીનું કારણ બને છે.

કેળાં
કેળાંને નોર્મલ ટેમ્પરેચરમાં જ રાખવાં જરૂરી છે. ફ્રીઝમાં રાખેલા કેળાં ઝડપથી કાળાં પડી જાય છે. કેળાંને રૂમ ટેમ્પરેચરમાં પ્લા‌સ્ટિકની પહોળી બેગમાં ઢાંકીને રાખવા યોગ્ય છે. આમ કરવાથી તેમાં રહેલા પૌષ્ટિક તત્ત્વો નાશ પામતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *