લીવર આપણા શરીરનું અત્યંત મહત્વનું અંગ છે. શરીર માટે લીવર એન્જિન જેવું કામ કરે છે. આપણે જે ખોરાક લઈએ છે, તેને સારી રીતે બચાવવા માટે લીવર સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ દોડધામ ભરેલી દિનચર્યાના આ કારણે આપણે શરીરના આ મહત્વના અંગ નું ધ્યાન રાખતા નથી અને તેની સંભાળ પણ લેતા નથી. લીવર આપણા રક્તને પણ શુદ્ધ કરે છે. શરીરના રક્તમાં જે વિષેલા પદાર્થો પ્રવેશે છે, તે લીવરને નુકસાન પહોંચાડે છે અને તેને નિષ્ક્રિય કરી એવા પ્રોટીન બનાવે છે. લિવર શરીરમાં વિટામીન b12, ગ્લુકોઝ અને આયર્ન ને એકત્ર કરવાનું કામ પણ કરે છે.
જો લિવર ખરાબ થાય તો તેની સીધી અસર શરીર પર થાય છે. લિવર ખરાબ હોય તો ત્વચા રુક્ષ થવી, ખીલ થવા, બળતરાની સમસ્યા થવા લાગે છે. એટલા માટે જ લીવરનુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો લિવરમાં કોઇ કારણોસર ઇન્ફેક્શન લાગે તો થાક, કોલેસ્ટ્રોલ, પાચનની સમસ્યા થાય છે. આપણે આપણા લીવરને આયુર્વેદના કેટલાક ઉપાયો કરી સ્વસ્થ રાખી શકીએ છીએ.
લસણ:
લસણ લિવર માટે ખૂબ લાભકારી છે. લસણમાં જે તત્વ હોય છે, તે લિવરમાંથી વિષેલા પદાર્થોને દૂર કરે છે અને એન્જાઈમ ને સક્રિય કરે છે. તેમાં સેલેનિયમ પણ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટની પ્રક્રિયાને પ્રભાવી બનાવે છે અને લીવરને સાફ કરવામાં મદદ કરે છે.
ગાજર:
ગાજરનું સેવન કરવાથી પણ લીવર સ્વસ્થ રહે છે. ગાજર લીવર ની બીમારી ને ફેલાતા અટકાવે છે. ગાજરનો જ્યુસ પીવાથી લેવર પર આવેલો સોજો દૂર થાય છે. લિવર સિરોસિસમાં પાલક અને ગાજરનો જ્યુસ પીવાથી લાભ થાય છે.
સફરજન:
સફરજન આમ તો સંપૂર્ણ સ્વસ્થ શરીર માટે જરૂરી છે, પરંતુ લિવર માટે તે ઉત્તમ ફળ છે. સફરજનમાં રહેલા તત્વો પાચન ક્રિયાને સરળ બનાવે છે.
અખરોટ:
અખરોટમાં એમીનો એસિડ હોય છે, જે પ્રાકૃતિક રીતે લીવરનને ડિટોક્સ કરે છે, તેથી તેનું સેવન પણ નિયમિત કરવું જોઈએ.
ગ્રીન ટી:
ગ્રીન ટી માં જે એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તે લીવરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે, તેથી દૂધવાળી ચા પીવાને બદલે ગ્રીન ટી પીવી જોઈએ.
લીલા શાકભાજી:
લીલા શાકભાજી રક્તમાં રહેલા વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. અને લીવરને મજબૂત બનાવે છે.
હળદર:
હળદર ગુણોનો ખજાનો છે. લિવર માટે હળદર ચમત્કારી દવા સાબિત થઈ શકે છે. એ લીવર માટે હળદર પ્રાકૃતિક ડીટોક્સિફાયરનું કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.