વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા

છેલ્લા ઘણા સમયથી વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. હાલના સમયમાં મોટાભાગના યુવાનો બહાર જવાની તૈયારી કરતા હોય છે. ‘વતન છોડી વિદેશમાં જઈને સારા રૂપિયા…

છેલ્લા ઘણા સમયથી વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. હાલના સમયમાં મોટાભાગના યુવાનો બહાર જવાની તૈયારી કરતા હોય છે. ‘વતન છોડી વિદેશમાં જઈને સારા રૂપિયા કમાશું’ એવું વિચારનારા યુવાનો માટે અમેરિકા (USA) માં રહેતા એક ભારતીયનો વિડીયો વાયરલ થયો છે.

હજારો-લાખો રૂપિયા ખર્ચીને વિદેશ જતા લોકો ત્યાં શું કરતા હશે? હાલ સોશિયલ મીડિયામાં મરચા વીણતા એક કાકાનો વિડીયો વાયરલ થયો છે. કાકા અમેરિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી રહી રહ્યા છે. કાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ ગયો છે. કાકા લાલ ટીશર્ટ અને જીન્સ પહેરીને મરચા વીણી રહ્યા છે. કાકા વીડિયોમાં બોલી રહ્યા છે કે, ‘શું અમેરિકા અમેરિકા કરો છો! અહીંયા લાલ ટીશર્ટ, જીન્સ અને ઘડિયાળ પહેરીને મરચા વીણી રહ્યા છીએ.’

મહેસાણી ભાષામાં બોલતા આ કાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. કાકા મહેસાણી કાલીઘેલી ભાષામાં લોકોને કહે છે કે, ‘બહુ અમેરિકા અમેરિકા કરતા હતા. પરંતુ અહીં આવીને તો મરચા તોડવા પડે છે, તેના કરતાં વતનમાં જ રહીને આ કામ કર્યું હોત તો…’

છેલ્લે છેલ્લે કાકા કહે છે કે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને અમેરિકા જાય છે, અને અહીં આવીને આવું કામ કરવું પડે છે.’ આ પહેલા પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો વાયરલ થયા હતા. અહીંથી તો વિદેશમાં જઈને, લોકોને એમ હોય કે ત્યાં મોટી નોકરી કરતા હશે, પરંતુ ત્યાં જનારા મોટાભાગના લોકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *