ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)એ ધીમે ધીમે માથું ઉચક્યું છે. સાથે ઓમિક્રોન(Omicron)ના કેસોમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત સરકાર આ મહામારી સામે લડવા કેટલી સજ્જ છે તે તો આવનારો સમય જ બતાવશે. દિવસેને દિવસે ઢગલાબંધ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.
વાત જો સુરત(Surat)ની કરવામાં આવે તો દિવસેને દિવસે વધી રહેલા કેસોને કારણે હવે સુરતીઓ પણ ટેન્શનમાં મુકાયા છે. તો સાથે સાથે ઓમિક્રોન પણ પાછી પાની કરવાનું નામ નથી લઇ રહ્યો. કોરોના અને ઓમિક્રોન વચ્ચે સુરતની જનતા ખુબ જ ચિંતિત જોવા મળી રહી છે. ત્યારે હવે બેદરકાર અધિકારીઓને કારણે સુરતમાં આગામી સમયમાં કોરોનાનો રાફડો ફાટે તો નવાઈ નહિ.
સુરત કોરોનાને ભેટશે. જવાબદાર સુરત એરપોર્ટના બેદરકાર અધિકારીઓ રહેશે. @flyspicejet @collectorsurat @CP_SuratCity @SuratAirportSTV
સુરત એરપોર્ટ પર બસની ભીડ, રસિકરણ કે રિપોર્ટનું ચેકીંગ પણ નહીં. pic.twitter.com/cFRVy2R4AH— Vandankumar Bhadani (@bhadanivandan) January 6, 2022
મળતી માહિતી અનુસાર, સુરત એરપોર્ટ પર બસમાં ભીડ જોવા મળી રહી છે. સાથે જ ના કોઈ વ્યક્તિનું રસિકરણનું ચેકિંગ કરવામાં આવે છે કે ના કોઈ રિપોર્ટનું ચેકીંગ. ત્યારે જો આગામી સમયમાં સુરતમાં કોરોના રાફડો ફાટશે તો સુરત એરપોર્ટના બેદરકાર અધિકારીઓ જવાબદાર રહેશે. કારણ કે, એરપોર્ટ પર કોઈ વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવતું નથી.
ત્યારે આ પ્રકારની ઘોર બેદરકારી સુરતની જનતાને આગામી સમયમાં ખુબ જ મુશ્કેલી ભરી નીવડે તો નવાઈ નહી. કારણ કે, આ એરપોર્ટ પર ગુજરાત બહારથી અનેક લોકો આવે છે અને કેટલાય લોકો ફ્લાઈટ મારફતે જાય છે. પણ સુરત એરપોર્ટ પર કોઈ પણ વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવતું નથી. જો આ લોકો પૈકી કોઈ કોરોના કે ઓમિક્રોન સંક્રમિત હશે તો તેનાથી અન્ય કેટલાય લોકો સંક્રમીત થઇ શકે છે.
આ પ્રકારની સુરત એરપોર્ટના અધિકારીઓની ગંભીર બેદરકારી સુરતની જનતાને આગામી સમયમાં ભોગવવી પડી શકે છે. જો એક પણ વ્યકિત કોરોના કે ઓમિક્રોન સંક્રમિત હશે તો અન્ય કેટલાય લોકોને તેનું સંક્રમણ ફેલાશે અને સુરતમાં આગામી સમયમાં કોરોનાના કેસોની સાથે સાથે ઓમિક્રોન પણ બેકાબુ બની શકે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસ:
ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 690 કોરોના કેસ તો વડોદરામાં 181 કેસ અને રાજકોટમાં 159 કોરોના કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5.26 લાખ લોકોમાંથી 2.80 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 9.18 કરોડ વેક્સિન ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.