તીથલના દરિયા કિનારે મજા માણી રહેલ આ યુવતી અચાનક જ તણાઈ ગઈ પાણીમાં- જુઓ વિચલિત કરતો live વિડીયો

વલસાડ(ગુજરાત): હાલમાં વલસાડના તિથલ બીચ પરથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. અહી ફરવા આવેલ એક મહિલાને દરિયાની ખૂબ જ નજીક બેસવું ભારે પડી ગયું…

વલસાડ(ગુજરાત): હાલમાં વલસાડના તિથલ બીચ પરથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. અહી ફરવા આવેલ એક મહિલાને દરિયાની ખૂબ જ નજીક બેસવું ભારે પડી ગયું હતું. દરિયા કિનારે બેસી દરિયાઈ મોજાની મજા લઈ રહેલા એક મહિલા અચાનક જ તણાવા લાગતા આસપાસમાં હાજર અન્ય લોકોમાં હોબાળો મચી ગયો હતો. જેના કારણે નજીકમાંથી ચારથી પાંચ જેટલા યુવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે માનવ સાંકળ રચી મહિલાને ડૂબતા બચાવી જીવન બચાવી લીધું હતું.

શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસ નિમિત્તે સમુદ્ર કિનારે પિતૃ તર્પણનું વિશેષ મહત્વ હોય છે. જેને લઈને વલસાડના તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓ સોમવતી અમાસ નિમિત્તે પિતૃ તર્પણ અને સમુદ્રમાં સ્નાન કરવા આવી પહોંચતા હોય છે.

આ દરમિયાન, સોમવારે બપોરે ભરતીના સમયે તિથલ બીચના દાદર ઉપર 2 મહિલાઓ બેઠી હતી. મહિલાઓ દરિયાના પાણીની મજા માણી રહી હતી. ત્યારે અચાનક જ દરિયામાં એક મોટું મોજુ આવતા એક મહિલાને દરિયાના પાણીમાં અંદર ખેંચી લીધી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોમાં હોબાળો મચી જતા નજીકમાંથી ત્રણથી ચાર યુવકો આવ્યા હતા. બાદમાં તેમણે માનવસાંકળ રચી મહિલાને ઓઢણીની મદદથી ડૂબતા બચાવી લીધી હતી.

તિથલ બીચ પર આજે જે અકસ્માતનો બનાવ બન્યો હતો તે સમગ્ર બનાવ અન્ય સહેલાણીઓએ મોબાઈલમાં કેદ કર્યો હોવાથી હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તિથલ બીચ ખાતે ભરતીના સમયે દરિયા નજીક ન જવાના બોર્ડ મારવામાં આવ્યા હોવા છત્તા આ સહેલાણીઓ સૂચનાઓની અવગણા કરતી હોય છે જેનું ક્યારેક ભયાનક પરિણામ પણ ભોગવવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *