લે આલે! આ મહિલાએ એક જ વર્ષમાં આપ્યો 22 બાળકોને જન્મ- જુઓ કેવી રીતે થયો આવો ચમત્કાર

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે એક વર્ષમાં 22 બાળકોને જન્મ આપ્યો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મહિલા…

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે એક વર્ષમાં 22 બાળકોને જન્મ આપ્યો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મહિલા 105 બાળકોની માતા બનવાની ઈચ્છા ધરાવે છે. આ મહિલાનું નામ ક્રિસ્ટીના ઓઝતુર્ક(Christina Ozturk) છે, જે માત્ર 24 વર્ષની છે. ક્રિસ્ટીના રશિયા(Russia)ની રાજધાની મોસ્કો(Moscow)માં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kristina Ozturk (@batumi_mama)

એક વર્ષમાં 22 બાળકોનો જન્મ:
ક્રિસ્ટીનાએ એક વર્ષમાં સરોગસીની મદદથી 22 બાળકોને જન્મ આપ્યો છે. તેના ઈન્સ્ટાગ્રામ બાયોને જોઈને ખબર પડી કે તે સરોગસી દ્વારા 105 બાળકો પેદા કરવા માંગે છે. પોતાના બાળકોની સંભાળ રાખવા માટે મહિલાએ પોતાના ઘરમાં 16 આયાઓ રાખ્યા છે. તેમનો એક વર્ષનો ખર્ચ લગભગ 68 લાખ રૂપિયા થાય છે.

તમને જણાવી દઈએ કે ક્રિસ્ટીનાના પતિ ગેલિપ ઓઝતુર્ક એક રશિયન હોટેલિયર છે. બંનેની મુલાકાત જ્યોર્જિયામાં થઈ હતી. ક્રિસ્ટીનાના પતિ ગેલિપની ગણતરી રશિયાના અબજોપતિઓમાં થાય છે. તેમની ઉંમર 57 વર્ષની છે. બંનેના પહેલા બાળકનો જન્મ 10 માર્ચ 2020ના રોજ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિસ્ટીનાએ માર્ચ 2020 થી સરોગસી પર લગભગ 1 કરોડ 43 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

ડાયપર પાછળ અઠવાડિયામાં 4 લાખ રૂપિયા ખર્ચો:
તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિસ્ટીના પોતાના બાળકોના ડાયપર અને અન્ય જરૂરિયાતો પર એક અઠવાડિયામાં લગભગ 4 લાખ રૂપિયા ખર્ચે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા માતા બની છે. પ્રિયંકાએ વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. સરોગસી ટેક્નિકની મદદથી માતા બનનાર પ્રિયંકા ચોપરા એકમાત્ર બોલિવૂડ સેલિબ્રિટી નથી. પ્રિયંકા પહેલા શાહરૂખ ખાનની પત્ની પ્રીતિ ઝિન્ટા, આમિર ખાનની પત્ની, એકતા કપૂરની પત્ની શિલ્પા શેટ્ટી અને તુષાર કપૂર પણ સરોગસીની માતા બની ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *