‘પુષ્પા’ ફિલ્મને ફૂલ સમજી આ 6 સેલિબ્રિટીએ ચોખ્ખી ના પાડી દીધી હતી, પણ ફિલ્મ તો ફાયર નીકળી…

તેલુગુ ફિલ્મ ‘પુષ્પા-ધ રાઇઝ-પાર્ટ-1’ (Pushpa: The Rise) ની પ્રગતી ઉભી રહેવાનું નામ જ લેતી નથી. કારણ કે, દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પુષ્પનો ડંકો…

તેલુગુ ફિલ્મ ‘પુષ્પા-ધ રાઇઝ-પાર્ટ-1’ (Pushpa: The Rise) ની પ્રગતી ઉભી રહેવાનું નામ જ લેતી નથી. કારણ કે, દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પુષ્પનો ડંકો વાગી રહ્યો છે. અલ્લુ અર્જુન (Allu Arjun)નું સ્ટેટસ આ ફિલ્મથી કઈક અલગ જ લેવલ પર પહોચ્યું છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

ફિલ્મની સ્ટોરી, ગીત અને સંવાદો લોકોના દિલમાં ઘર કરી ગયા છે. હવે ચારે બાજુ અલ્લુ અર્જુનના સુપરહિટ ગીત ‘શ્રીવલ્લી’ અને ડાયલોગ ‘પુષ્પા…પુષ્પા મેં ઝુકેગા નહીં સાલા’ના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ ફિલ્મ ‘પુષ્પા’ માં ભજવી રહેલા સ્ટાર્સનું શું? અમે એ 6 કલાકારો વિશે વાત કરીશું જેમણે ‘પુષ્પા’ને ફૂલ માની કામ કરવાની ના પડી દીધી હતી.

મહેશ બાબુ
સમાચાર પહેલાથી જ ફેલાઈ ગયા હતા કે ફિલ્મ ‘પુષ્પા’નો લીડ રોલ અગાઉ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ પાસે ગયો હતો. મહેશે આ ફિલ્મને એમ કહીને ના પાડી દીધી હતી કે તેનાથી તેની સ્ક્રીન ઇમેજ બગડશે અને તેને ફિલ્મની સ્ટોરી પસંદ આવી નથી. આ પછી આ ફિલ્મ અલ્લુ અર્જુનની જોળીમાં પડી અને પરિણામ આજે લોકોની સામે જ છે.

સમન્થા
સાઉથ સિનેમાની સુપરહિટ અભિનેત્રીઓમાંની એક, સમંથા રૂથ પ્રભુ ફિલ્મ ‘પુષ્પા’માં આઈટમ નંબર ‘U Antawa’થી ઘણી ચર્ચામાં છે. જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં ‘શ્રીવલ્લી’નું પાત્ર રશ્મિકા મંદન્ના પહેલા સામંથાને ઑફર કરવામાં આવ્યું હતું, પરંતુ અંગત કારણોસર સામંથાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

દિશા પટાની
બોલિવૂડ અભિનેત્રી દિશા પટાનીનું નામ પણ ‘પુષ્પા’ની સફળતા સાથે જોડાઈ ગયું હોત જો તેણે ફિલ્મમાં આઈટમ સોંગ ‘યુ અંટાવા’ માટે ના ન પડી હોત. દિશાએ આ રોલ ન કર્યા પછી સામંથા પાસે ગયો હતો.

નોરા ફતેહી
સામંથાનું આઈટમ સોંગ ‘U Antawa’ કરતા પહેલા આ રોલ બોલિવૂડની હિટ ડાન્સર ગર્લ નોરા ફતેહીને પણ ગયો હતો, પરંતુ નોરાએ આ આઈટમ સોંગ માટે મોટી રકમની માંગણી કરી હતી, જેના કારણે તેણે આ રોલ છોડવો પડ્યો હતો.

વિજય સેતુપતિ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર વિજય સેતુપતિના અભિનયના દરેક લોકો દિવાના છે. બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ તેની એક્ટિંગના કવિન્સ છે, જેમાં શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘પુષ્પા’માં 15 મિનિટના વિલન ભંવર સિંહના પાત્રથી ધૂમ મચાવનાર અભિનેતા ફહાદ ફૈસીલ પહેલા વિજયને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ વ્યસ્ત શેડ્યૂલને કારણે તે આ ફિલ્મ કરી શક્યો ન હતો.

નારા રોહિત
અહેવાલો અનુસાર, તેલુગુ સ્ટાર નારા રોહિતને પણ વિલનની ભૂમિકા માટે ફિલ્મની ટીમે સંપર્ક કર્યો હતો. નારા રોહિતે પોતે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, બોક્સ ઓફિસ પર ‘પુષ્પા’ની કમાણી આગની જ્વાળાઓની જેમ આકાશને સ્પર્શી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 300 કરોડનો આંકડો પાર કર્યો છે અને તે જ સમયે, ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *