રુસ: વિશ્વમાં એક એવી મહિલા છે જેને કંપની ફક્ત આખો દિવસ સોફા પર બેસવા માટે 65000 પગાર મળે છે. આ વાત જાણીને તમને પણ એવું થશે કે કાશ આવી જોબ મને મળી જાય. આ વાત રુસની છે. માહિતી મુજબ, લોકોને ખુબ જ આરામદાયક ફર્નિચર બનાવવા માટેની એક MZ5 નામની કંપની છે. હાલમાં તેમના તરફથી એક એડ બહાર પાડવામાં આવી હતી. જેના વિષે જાણીને લોકોએ જોબ માટે વધારે જાણી રહ્યા હતા. આ નોકરીમાં આરામ પણ કરવા મળતો હતો. એટલે અહીંયા ઘણા લોકો અરજી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, હમણાં જ એક સોફા ટેસ્ટરના પદ માટે કંપનીએ વેકેન્સી બહાર પડી હતી. જેમાં વ્યક્તિએ આખો દિવસ સોફા પર બેસીને તેમાં રહેલ ખામીઓ કાઢવાની અને તેને બદલવા માટે કહેવાનું હોય છે. આ કામ કરવાથી એ કંપની જે તે સોફા ફરીથી વધારે સારી રીતે બનાવી શકશે. લોકોની વચ્ચે આ કંપનીનું સારું એવું નામ છે. એટલે જ લોકો તેમની પ્રોડક્ટને સારું રિએક્શન આપે છે. કંપનીમાં સોફા ટેસ્ટરની જોબ માટે એક 26 વર્ષની એનન ચેરદંતસેવા નામની મહિલાને જોબ પર રાખવામાં આવી છે.
કંપની દ્વારા સિલેક્ટ કરવામાં આવેલ આ મહિલા પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે. આખો દિવસ સોફા પર બેઠા બેઠા એ વાત કરતી હોય છે કે સોફાને વધુને વધુ કેવી રીતે સેફ અને કમ્ફર્ટેબલ બનાવી શકાય. તમને લાગતું હશે કે આ બહુ સરળ કામ છે પણ એવું નથી સોફાની ચકાસણી કર્યા બાદ તે સોફા માટે તેમને એક આખો રિપોર્ટ બનાવવાનો હોય છે. જેની પછી તેમણે કાઢેલ ખામીઓ પર ધ્યાન આપવામાં આવે છે. આ મહિલાને તેના કામ માટે 65000 રૂપિયા આપવામાં આવે છે. એટલું જ નહીં, એ મહિલાને આ કામ કરવામાં ખુબ આનંદ આવે છે અને તે પોતાની જાતને ખુબ નસીબદાર માને છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ જોબ માટે ઘણાબધા લોકોએ અરજી કરી હતી. પરંતુ આ મહિલાની અરજી પર જણાવેલ કાબિલિયતને આધારે તેમને નોકરી મળી હતી. કંપની પોતાનો નફો જોઈને આજે ખુબ ખુશ છે. સાથે તેઓ એમ કહે છે કે, તે મહિલાની સેલેરી પણ વધી શકે છે. કંપની જણાવે છે કે, આ કામ કરવાથી તેઓ કસ્ટમરની વાત બહુ સારી રીતે સમજી શકે છે. આ કંપની બહુ જલ્દી જ બીજી વેકેન્સી બહાર પડશે. જેને કારણે કંપની પોતાનું કામ વધારી શકે અને પોતાનો વેપાર વિદેશમાં પણ ફેલાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.