હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પુરૂષ પાર્ટનરને વાતોમાં ફસાવીને પોતાના વશમાં કરવાના રસ્તાઓ જણાવવા માટે ચર્ચાનો વિષય બની છે. આ સ્ત્રી પ્રભાવક અન્ય મહિલાઓને નારીવાદ શીખવે છે અને મુશ્કેલીઓથી કેવી રીતે દૂર રહેવું તે સમજાવે છે.
મળતી માહિતી અનુસાર, 34 વર્ષીય માર્ગરીટા નઝારેન્કો ઓસ્ટ્રેલિયાના સિડનીની રહેવાસી છે. માર્ગરીટા સ્ત્રીઓને તેમની હોંશિયારી અને સ્ત્રીત્વનો ઉપયોગ કરવાની સલાહ આપે છે, જેથી સ્ત્રીઓ તેમના પુરૂષ ભાગીદારોને તેઓ જે ઈચ્છે તે કરવા માટે સમજાવી શકે અને ભવ્ય જીવનનો આનંદ માણી શકે. માર્ગરીટાએ ત્રણ પ્રાણીઓનું ઉદાહરણ આપીને મહિલાઓની વર્તણૂક પદ્ધતિ વિશે સમજાવ્યું છે. પ્રથમ – હરણ, બીજું – ગાય અને ત્રીજું – ઘોડો.
માર્ગરીટાના જણાવ્યા અનુસાર, હરણ ‘સ્ત્રીની ઊર્જાનું પ્રતીક છે, સ્ત્રીઓએ તેના જેવી હોવી જોઈએ’. માતાની ભૂમિકા દૂધની ગાય જેવી છે જે ‘બધું કરે છે અને થાકી જાય છે’. આ ભૂમિકામાંથી બહાર આવવા માટે મહિલાઓએ એક સીમા નક્કી કરવી જોઈએ અને પાર્ટનર સાથે કામની વહેંચણી કરવી જોઈએ.
આ સિવાય ઘોડો પ્રભાવશાળી માણસની ભૂમિકાને રજૂ કરે છે. હું આખી જિંદગી ઘોડાની જેમ વર્તી રહી છું. હું બધો ખર્ચ ઉઠાવવા માંગતી હતી અને એવા માણસોની પાછળ દોડવા માંગતી હતી કે જેઓ મારી સાથે રહેવા માંગતા ન હતા. તેમણે કહ્યું કે મહિલાઓ હરણ જેવી હોવી જોઈએ. જો હરણને ક્યારેય કંઇક ખોટું થયું હોવાની શંકા જાય તો તે ત્યાંથી નીકળી જાય છે.
આ અંગે માર્ગરીટાએ દાવો કર્યો છે કે જો તેઓ ઈચ્છે છે કે પુરુષો તેમની વાત સાંભળે તો સ્ત્રીઓએ તેમની આંતરિક સ્ત્રીત્વને વધુ અસરકારક બનાવવી જોઈએ. તેમણે કહ્યું- મહિલાઓએ પોતાની વાત મનાવવા માટે પુરુષો સાથે ઝઘડો ન કરવો જોઈએ. વધુમાં માર્ગરીટા જણાવે છે કે – માણસના શ્રેષ્ઠ ગુણોની પ્રશંસા કરો કારણ કે તેનાથી તે તમારી વાતો પર ધ્યાન આપશે. જે વસ્તુઓ તે બદલી શકતો નથી તેના વિશે ફરિયાદ કરશો નહીં. માર્ગરીટા એક ઓનલાઈન કોર્સમાં સમજાવે છે કે પુરુષોને કેવી રીતે પ્રભાવિત કરવા. આ માટે તેઓ ફી પણ લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.