ધોરણ 12 કોમર્સમાં આ વર્ષે આ 4 વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા

થોડા સમયમાં જ ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું જાહેર થયા બાદ આજે  ધોરણ 12 કોર્મસનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના 8 વાગ્યાનો જાહેર કર્યું છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 12 કોમર્સનું પરિણામ 76.29 ટકા જાહેર થઇ ચુક્યું છે. આ વર્ષે 3.71 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ જુનાગઢ જીલ્લાનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ આવ્યા છે.

સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. પરીક્ષામાં 82.20 ટકા છોકરીઓ અને 70.97 ટકા છોકરાઓ પાસ થયા છે. સાથે જ ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. જે ગુજરાત રાજ્ય માટે ખુશીના સામચાર છ. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 100 ટકા પરિણામ ધરાવતી 269 શાળાઓનો સમાવેશ થાય છે, જ્યારે 56 શાળાઓનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું છે. જેમાં અંગ્રેજી, એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક અને કોમ્પ્યુટર વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. અંગ્રેજીમાં 36,579, એકાઉન્ટમાં 24,356, સ્ટેટિસ્ટિકમાં 28,076, કોમ્પ્યુટરમાં 15,061, વાણીજ્ય વ્યવહારમાં 16,823, અર્થશાસ્ત્રમાં 11,636, ગુજરાતીમાં 7,009 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *