Pramukh Swami Shatabdi Mahotsav: અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ થઇ ગઈ છે. એક મહિના દરમિયાન દેશ વિદેશના સેકંડો ભાવિકો પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઇ ધન્ય થયા સાથે જ હજારો લોકોએ વિવિધ નિયમગ્રહણ કરી પોતાનું જીવન સુધાર્યું. કોઈએ વ્યસનમુક્તિ તો… કોઈએ ઘરસભાના નિયમ ગ્રહણ કર્યા. હવે છેલ્લા એક વર્ષથી નિર્માણ પામી રહેલા મહોત્સવનું વાઇન્ડપ થઇ રહ્યું છે. હજારો સ્વયંસેવકો વાઇન્ડપની સેવામાં જોડાઈ ગયા છે.
છેલ્લા એક વર્ષથી સતત દિવસ-રાત સેવા આપી રહેલા સ્વયંસેવકોના ચહેરા પર થાકનો લેશમાત્ર પણ અહેસાસ નથી દેખાતો, જેવો ઉત્સાહ શતાબ્દી મહોત્સવમાં હતો તેવો જ આનંદ અને ઉત્સાહ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થયો ત્યારે દેખાઈ રહ્યો છે. હજારો સ્વયંસેવકો પ્રમુખસ્વામી નગરના વાઇન્ડપમાં લાગી ગયા છે. શરઆતમાં આ નગરના કરોડો બ્લોક હટાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વિવિધ ડોમ, અક્ષરધામ મંદિર અને અન્ય કલાકૃતિઓનું વાઇન્ડપ કરવામાં આવશે.
છેલ્લા એક મહિનાથી શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોએ નથી તો દિવસ જોયા કે નથી તો રાત… હંમેશા ખડેપગે રહી સેવા કરતા આ હજારો સ્વયંસેવકોને દિલથી સલામ છે. પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોનું ઋણ ચુકવવા સેકંડો લોકો પોતાની નોકરી-ધંધો, પરિવાર છોડી શતાબ્દી મહોત્સવમાં સેવામાં લાગ્યા છે. હાલ મહોત્સવ પૂર્ણ થઇ ગયો છે, છતાં ઘરે જવાનો વિચાર લાવ્યા વગર જ સ્વયંસેવકો પ્રમુખ સ્વામી નગરના વાઇન્ડપમાં લાગી ગયા છે.
હાલ પ્રમુખસ્વામી નગરમાં બ્લોક લેવાની સેવા ચાલી રહી છે. મહિલા સ્વયંસેવકો પણ બ્લોક લેવાની સેવામાં લાગી ગયા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, ચારેબાજુ બ્લોકના ઢગલા થઇ ગયા છે. આ દરેક બ્લોક સરખી રીતે ગોઠવી દેવામાં આવ્યા છે. જેનાથી બોલ્કને નુકશાન ન થાય અને બીજીવાર ઉપયોગમાં લઇ શકાય. આવા અંતરના સમર્પણનો કોઈ જોટો જડે એમ નથી, આટલું અદભુત સમર્પણ દુનિયાના કોઈ પણ ખૂણે જોવા મળે એમ નથી… આ સમર્પણ સ્વયંસેવકો એ ઊભા કરેલું આ નગર સાક્ષી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.