સુરતમાં મામાના ઘરે પતંગ ચગાવવા આવેલા ભાણીયા માટે લોહિયાળ બની ઉત્તરાયણ, રીબાઈ રીબાઈને મોતને ભેટ્યો યુવક

ઉત્તરાયણ (Uttarayana) ના દિવસે પતંગની દોરીએ વધુ એક યુવકનો જીવ લીધો છે. આ ઘટના સુરતમાં આવેલ કામરેજ (Kamrej, Surat) માંથી સામે આવી છે. સુરતના કામરેજમાં…

ઉત્તરાયણ (Uttarayana) ના દિવસે પતંગની દોરીએ વધુ એક યુવકનો જીવ લીધો છે. આ ઘટના સુરતમાં આવેલ કામરેજ (Kamrej, Surat) માંથી સામે આવી છે. સુરતના કામરેજમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે.  ગઈકાલે સાજે એક યુવકના ગળામાં પતંગની દોરી ભરાય જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઇજા થઇ હતી અને તેથી યુવકનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

સુરતમાં આવેલા કામરેજના ચારરસ્તા પાસે સાંજના સમયે યુવકના ગળામાં દોરી ભરાઇ હતી. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા થઇ હતી અને ઈજાને કારણે યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો. યુવક મામાને ત્યાં નનસાડ ગામે આવ્યો હતો.

આ મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશનભાઈ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસ તરતજ ઘટના સ્થળે આવા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી અનુસાર કામરેજ તાલુકામાં છેલ્લા 14 દિવસમાં દોરીના કારણે આ બીજું મોત છે. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

એવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં માત્ર સાત વર્ષની બાળકનું પતંગની દોરીને કારણે મોત નીપજ્યું છે. ઋષભ અજય વર્મા કોઠારીયા શાક માર્કેટ પાસેથી બપોરના સમયે પસાર થઈ રહ્યો હતો. ત્યારે ચાઈનીઝ દોરી તેને ગળે વાગી હતી અને ગંભીર પ્રકારની ઇજા થઇ હતી. અને બાળકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતો અને ત્યાં વધુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *