જવેલર્સમાં મહિલાઓએ આંખના પલકારામાં ગાયબ કરી દીધી સોનાની બંગડી- જુઓ ઘટનાનો LIVE વિડીયો

દિવસે ને દિવસે ચોરીના કિસ્સા વધતા જાય છે. હાલમાં આવો જ એક શોકિંગ કિસ્સો ઉજ્જૈનમાં બન્યો છે. ઉજ્જૈનમાં(Ujjain) એક જ્વેલરી શોપમાંથી બે મહિલાઓએ 3.50 લાખની…

દિવસે ને દિવસે ચોરીના કિસ્સા વધતા જાય છે. હાલમાં આવો જ એક શોકિંગ કિસ્સો ઉજ્જૈનમાં બન્યો છે. ઉજ્જૈનમાં(Ujjain) એક જ્વેલરી શોપમાંથી બે મહિલાઓએ 3.50 લાખની કિંમતની સોનાની (Gold) બંગડીઓની ચોરી કરી હતી. બંનેએ 15 મિનિટ સુધી સોનાની બંગડીઓ જોવાનું નાટક કર્યું. અને ત્યારબાદ નથી ગમતી-નથી ગમતી કહીને બહાના કાઢવા લાગી હતી. અને પછીની 5 મિનિટમાં તેણે આ ઘટનાને અંજામ આપ્યો. બંને 20 મિનિટ સુધી દુકાનમાં રોકાયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેસ નોંધીને બંને મહિલાની શોધખોળ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ ઘટના બુધવારએ રાત્રે 8 વાગ્યે બની હતી. શ્રીરામ જ્વેલર્સની દુકાને બે મહિલાઓ પહોંચી. સોનાની બંગડીઓ બતાવવાનું કહ્યું. દુકાનદારો 15 મિનિટ સુધી તેમને બંગડીઓ બતાવતા રહ્યા. આ દરમિયાન, એક મહિલા ચોરીછૂપીથી સોનાની બંગડીઓનું બોક્સ ઉપાડે છે. દુકાનદાર જરાક આગળ ગયો ત્યાં જ મહિલા તેના પર્સમાં બોક્સ મૂકી દે છે. દુકાનના માલિક સિદ્ધાર્થ સોનીએ જણાવ્યું કે મહિલાઓએ 65 ગ્રામની બે સોનાની બંગડીઓ ચોરી લીધી હતી.

જે દુકાનમાં ચોરી થઈ હતી તે દુકાનમાં બે લોકો હાજર હતા, પરંતુ તેઓનો કોઈને અંદાજો પણ નહોતો કે, તેમના જવેર્લસમાંથી ચોરી થઇ છે. મહિલાઓ ગયા બાદ દુકાનદારે તપાસ કરી તો એક બોક્સ ગાયબ હતું. સીસીટીવી ચેક કરવામાં આવતા સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. નજીકના દુકાનદારોએ જણાવ્યું કે મહિલાઓ અગાઉ પણ અન્ય દુકાનદારો પાસે ગઈ હતી. પરંતુ ત્યાં મેળ પડ્યો નહોતો. પોલીસ હજુ પણ આ બંને મહિલાઓને શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *