હાલ સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવારની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ક્યાંક કોરોનાથી તો ક્યાંક કોરોના બાદની સર્જાયેલી સ્થિતિએ પરિવારોએ આત્મહત્યાનો રસ્તો પણ અપનાવ્યો છે. આવામાં રાજકોટના સિંધી પરિવારના ત્રણ ભાઈઓના માત્ર 20 દિવસમાં કોરોનાથી મોત નીપજ્યા છે.
જાણવા મળ્યું છે કે, રાજકોટના એસ્ટ્રોન રોડ પર રમેશ જનરલ સ્ટોર આવેલો છે. આ સ્ટોર સિંધી સમાજના કુંદનાની પરિવાર દ્વારા સંચાલિત છે. ત્રણ ભાઈઓ અર્જુનભાઇ કુંદનાની, ૨મેશભાઇ કુંદનાની અને કૈલાશભાઇ કુંદનાની મળીને આ સ્ટોરનું સંચાલન કરતા હતા. પરંતુ કોરોનાએ એક પછી એક ત્રણેય ભાઈઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. અને કોરોનાએ ત્રણેયનો જીવ લીધો છે.
૨મેશભાઇ કુંદનાની કોરોના થવાને કારણે સિવિલ હોસ્પિટલમાં સા૨વા૨ હેઠળ હતા. 8 એપ્રિલ 2021ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. કાળમુખા કોરોનાને જાણે આટલેથી સંતોષ ન હોય તેમ ત્રણ દિવસ પછી રાજકોટ સિવિલમાં જ સારવાર હેઠળ રહેલા તેમના ભાઈ અર્જુનભાઇ કુંદનાનીનું 11 એપ્રિલના રોજ મોત નીપજ્યું હતું.
ત્યા૨બાદ એક માસમાં તેમના ત્રીજાભાઈ કૈલાશભાઇ કુંદનાનીનું 13 મેના રોજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કુંદનાની પરિવાર પર જાણે કોરોના કહેર તૂટી પડ્યો હતો. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, અર્જુનભાઇ કુંદનાનીના ૫ત્ની નિતાબેન કુંદનાની પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
રાજકોટના કુંદનાની પરિવારની એક ખાસ વાત એ છે કે, તેઓ ભાગલા સમયે પાકિસ્તાનથી નિરાશ્રિત થઇ રાજકોટમાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટને જ પોતાનું વતન બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 20 દિવસ પહેલા રાજકોટના જાણીતા પન્નાલાલ ફ્રુટવાળા જસાણી પરિવારના ત્રણ-ત્રણ પુત્રોના કોરોનાએ જીવ લેતા પરિવાર પર જાણે શોકનું મોજું ફરી વળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.