અવાર-નવાર વિચિત્ર ઘટનાઓ સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.ઘટના પ્રમાણે એક 3 સંતાનોની માતા 7માં ધોરણમાં અભ્યાસ કરતા છોકરાની સાથે ભાગી ગઈ છે. છોકરાના પરિવારના લોકો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે હવે પોલીસ મહિલા તથા તેની સાથે ગુમ 7 મા ધોરણના વિદ્યાર્થીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાંબા સમયથી ચાલતું હતું ચક્કર:
મળી રહેલ જાણકારી પ્રમાણે વિદ્યાર્થીની ઉંમર ફક્ત 15 વર્ષની છે. ગામલોકોનું જણાવવુ છે કે, મહિલા તથા વિદ્યાર્થી ખુબ લાંબા સમયથી એકબીજાને છુપાઈને મળતા હતા પરંતુ કોઈએ ક્યારેય વિચાર્ય ન હતું કે, આ બંને આવી રીતે ભાગી જશે.
10 માર્ચની રાત્રે અચાનક જ બંને ગાયબ થઈ ગયા હતા. ગામમાં 3 બાળકોની માતા તથા 7 મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગાયબ થવાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. છોકરાના પરિવારવાળા હાલમાં આ બંનેની તપાસ કરી રહ્યા છે
પોલીસ અલગ અલગ દિશામાં શોધ કરી રહી છે:
તપાસ કર્યા પછી છેવટે આ બંનેની કોઈ જાણ ન થતા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોએ ફરિયાદ કરતા પોલીસવાળાએ તપાસ આદરી દીધી છે. પરિવાર તથા અમુક ગામલોકોએ આપેલી જાણ પછી પોલીસે એ દિશામાં પણ કામ ચલાવી રહી છે. હાલમાં તો બંનેના કોઈ પુરાવા મળ્યા નથી. આ ઘટના ઉત્તર પ્રદેશમાં આવેલ ગોરખપુરના કેમ્પિયરગંજ વિસ્તારમાંથી સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle