સુરેન્દ્રનગર(Surendranagar): સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં હવે ક્રાઈમ ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), ચોરી(Theft), દુષ્કર્મ(Mischief) વગેરેના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. ત્યારે વધુ એક લુંટ (Robbery)ની ઘટના સામે આવી છે. પાટડી (Patdi)ના બામણવા(Bamanava) ગામ નજીક રાત્રીના સમયે પાટડીના વેપારી પોતાના ગામ બામણવા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખી ત્રણ શખ્સોએ રૂપિયા 85 હજારની લૂંટ ચલાવી હતી. તેથી સુરેન્દ્રનગર LCB પોલીસે લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને દાબોચી પાડ્યા છે.
વાસ્તવમાં, હરિદીપસિંહ ઇન્દુભા વાઘેલા નામના યુવક પાટડી તાલુકાના બામણવા ગામના રહેવાસી છે. તેઓની પાટડીમાં દુકાન છે. તેથી હરિદીપસિંહ 9 જૂનના રોજ નિત્યક્રમ મુજબ રાત્રીના દુકાન બંધ કરી વેપારના રૂપિયા લઇ બાઇક પર પોતાના ઘર બામણવા ગામ તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન અવાવરૂ જગ્યાએ બાઇક પર આવેલા શખ્સોએ તેમની આંખમાં મરચાની ભુકી નાંખી હતી. તેમજ લોખંડના સળીયા વડે માર પણ માર્યો હતો. મરચું આંખમાં નાખી તેમજ માર માર્યા પછી રૂપિયા 85 હજાર રોકડા તથા મોબાઇલ સહીતની લૂંટ કરી હતી.
આ અંગે હરિદીપસિંહ દ્વારા પાટડી પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. તેથી ફરિયાદના આધારે સુરેન્દ્રનગર LCB પોલીસે તપાસ હાથ ધરી હતી. લૂંટના બનાવની જગ્યાની આસપાસનાં ખેતર માલિકોની પુછપરછ તેમજ સ્થાનિક બાતમીદારો અને સીસીટીવી ફુટેજ ચેક કરતા બજાણા ગામનો અસ્લમ રૂસ્તમભાઇ માકડા લૂંટમાં સંડોવાયેલો હોવાની વિગતો બહાર આવી હતી. તેથી પોલીસે પૂછપરછ કરતા શરૂઆતમાં તો અસ્લમ આ બાબતે કાંઇ જાણતો ન હોવાનુ રટણ કર્યું હતુ. પરંતુ પોલીસે સઘન પુછપરછ હાથ ધરતા ભાંગી પડ્યો હતો અને અમદાવાદના અન્ય બે શખ્સો સાથે મળી લૂંટ કર્યાની કબુલાત કરી હતી.
તેથી પોલીસે અસ્લમને સાથે રાખી અમદાવાદ ફતેવાડી કેનાલ પાસે રહેતા આશીફ ઇકબાલભાઇ શેખ અને સરખેજમાં રહેતા નાશીરખાન ફરીદખાન પઠાને અમદાવાદમાંથી દબોચી લીધા હતાં. ત્રણેય શખ્સોએ લૂંટ કરવા અંગે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતુ કે, ત્રણેય મિત્રો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતાં. તેથી ટુંકા ગાળામાં રૂપિયા કમાવા માટે લૂંટ કરવાનુ નક્કી કર્યું હતુ. જેમાં બજાણાના અસ્લમને વેપારી રોજ રૂપિયા લઇ જતા હોવાની માહિતી મળતા તેણે ટીપ આપ્યા બાદ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે મોબાઇલ સહીત કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.