રાજસ્થાન(Rajasthan)ના ધોલપુર જિલ્લા(Dholpur district)ની ત્રણ છોકરીઓનું ત્રણ છોકરાઓ દ્વારા કથિત રીતે અપહરણ(Kidnapping) કરવામાં આવ્યું હતું. યુવતીઓના અપહરણ અંગે પરિવારજનોએ 5 માર્ચના રોજ કોતવાલી પોલીસ સ્ટેશન(Kotwali Police Station)માં યુવકો વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. આ મામલામાં કાર્યવાહી કરીને પોલીસ દ્વારા એક બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.
જોકે યુવતી પોતે ધોલપુર(Dholpur) પરત આવી ગઈ છે. કેસની તપાસ કરી રહેલા ASI મોહન મીણા(ASI Mohan Meena)એ જણાવ્યું હતું કે, કોતવાલી વિસ્તારની ત્રણ યુવતીઓ એક જ વિસ્તારની રહેવાસી હતી. જેનું ત્રણ યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્રણેય યુવતીના પરિવારજનોએ અપહરણનો ગુનો નોંધાવ્યો છે. આ મામલામાં વોટર વર્કસ ચોક પરથી એક બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. યુવતીનું મેડિકલ કરાવવામાં આવ્યું છે અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે, તે તેના બે મિત્રો સાથે પરિવારના સભ્યોને જાણ કર્યા વિના નાગપુર ગઈ હતી.
જોકે, તેની સાથે આવેલા બંને મિત્રો નાગપુરમાં તેનાથી અલગ થઈ ગયા હતા. ત્યારપછી તે એકલી પડીને ધોલપુર પરત આવી હતી. પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અન્ય બે યુવતીઓ અને ત્રણ આરોપી યુવકોની શોધ ચાલી રહી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. તેમજ તે પણ જલ્દી પકડાઈ જશે તેવું કહેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.