મંગળવારે અમેરિકાના ન્યુજર્સીમાં ઘરની પાછળ સ્વિમિંગ પૂલમાં એક ગુજરાતી પરિવારના ત્રણ લોકો શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પટેલ પરિવારે હાલમાં ખરીદેલા ઘરના સ્વિવિંગ પૂલમાં વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેયના ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યું છે..
પૂર્વ બરન્સવિક પોલીસે (East Brunswick police) 911 ના કોલને જવાબ આપ્યો ત્યારે સોમવારે બપોરે ઉપરના તળાવમાં62 વર્શીય ભરત પટેલ, તેમની 33 વર્ષીય પુત્રવધૂ નિશા પટેલ અને તેની 8 વર્ષની પુત્રી મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. પોલીસ લેફ્ટનન્ટ ફ્રેન્ક સુટરએ પત્રકારોને જણાવ્યું કે પોલીસે તેઓ પહોંચ્યા ત્યારે સીપીઆર કર્યું હતું, પરંતુ ઘટના સ્થળે ત્રણેય પીડિતોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મંગળવારે, મિડલસેક્સ કાઉન્ટી રિજનલ મેડિકલ એક્ઝામિનર ઓફિસે જણાવ્યું હતું કે તેમના મોત આકસ્મિક રીતે ડૂબવાને લીધે થયા છે.
પડોશીઓએ જણાવ્યું હતું કે પરિવાર તાજેતરમાં જ આ ઘરે રહેવા આવ્યો હતો. પોલીસ વડા ફ્રેન્ક લોસાકોએ એક નિવેદનમાં કહ્યું કે, “આ આપણા સમગ્ર સમાજ માટે દુખદ દિવસ છે.”
ત્રણેય લોકો ક્લિયરવ્યુ રોડ પરના મકાનમાં રહેતા હતા, જેને સરકારી રેકોર્ડ અનુસાર આ વર્ષે એપ્રિલમાં 4,51,000 ડોલરમાં આ પરિવારે ખરીદ્યું હતું.
મેયર બ્રાડ કોહનએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, ‘‘આ ઘટના આખા ઈસ્ટ બર્નસ્વિક માટે આઘાતજનક છે. મૃતકોના પરિવાર સાથે અમે લાગણી વ્યક્ત કરીએ છીએ.’’ આ ઘટનાના સમાચાર મળતાં જ પરિવારજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં ઘર પર એકત્ર થયા હતા. જોકે તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news