માં ખોડલના દર્શને રાપર જતા પરિવારને થયો કાળનો ભેટો, અક્સ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત અને બે ઘાયલ

હળવદ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં આજે બુધવારે વહેલી સવારે હળવદ(Halwad) તાલુકાના નવા ધનાળા ગામ(New…

હળવદ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં આજે બુધવારે વહેલી સવારે હળવદ(Halwad) તાલુકાના નવા ધનાળા ગામ(New Dhanala village)ના પાટિયા નજીક હાઇવે પર એક ટ્રેલર(Trailer) ચાલકે કાર(car)ને અડફેટે લેતા મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારને અકસ્માત(Accident) નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જયારે બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ(Hospital) ખાતે લઇ જવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બસલપર ગામથી મુંબઈ જઈ રહેલી એક પરિવારની કારને બુધવારે સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા પાસે કચ્છ-અમદાવાદ હાઈવે પર ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે રીતિકભાઈ માનાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ત્રણેયના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતને પગલે હળવદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

હળવદના ધજાળા ગામના પાટિયા પાસે એક ફોર્ચ્યુનર વાહને મુંબઈથી પોતાના વતન દેશલપર જઈ રહેલા પટેલ પરિવારના પાંચ સભ્યોને ટક્કર મારતા અકસ્માતમાં બે મહિલા સહિત કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ગાડીના ચાલક સહિત અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ગાડીમાં સવાર કોઇ વ્યક્તિ આ ઘટના કેવી રીતે બની એ જાણી શકાયું નથી.

આ ઘટનાની જાણ થતા એમના પરિવારજનો દેશલપુર ગામેથી હળવદ આવવા નીકળી ગયા છે. એ લોકો હળવદ પહોંચ્યા પછી જ આખી ઘટના કેવી રીતે બની એની વિગતે માહિતી મળી શકે. હાલ તો હળવદ પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઇ ઇજાગ્રસ્તોને મળી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે હળવદના પીએસઆઈ માથુકિયાએ જણાવ્યું હતું કે, મૂળ કચ્છના રાપર તાલુકાનો વતની યુવાન કચ્છ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વસ્તા નારણભાઈ પટેલ તેમના પુત્ર રમેશ વસ્તાભાઈ પટેલ સાથે પરિવારને લઈને કચ્છના દેશલપર ગામે જવાના હતા. ત્યારે હળવદ તાલુકાના ધનલા ગામ નજીક તેમના ફોર્ચ્યુનર વાહનને આ ગંભીર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દરમિયાન, જે દાદાને મૂકવા પરિવારજનો માદરે વતન જઇ રહ્યાં હતા તે વસ્તાભાઇ નારણભાઇ પટેલનો આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો. તેમના પુત્ર રમેશ વસ્તાભાઈ પટેલ અને તેમના પરિવારની બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં યુવાન ડ્રાઇવર રૂત્વિક પટેલનો પણ આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *