તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ બાદ મુંબઈથી ટેક ઓફ કરેલી ફ્લાઈટનો એક ભાગ નીચે પડ્યો, ગુજરાતમાં…

મુંબઈ(Mumbai): આજે સવારે મુંબઈથી ભુજ જતી ફ્લાઈટના એન્જિનનો એક ભાગ છુટો પડી ગયો હતો. વાસ્તવમાં એલાયન્સ એરના વિમાન VT-RKJ 91-625 (BOM-BHJ) એ આજે ​​સવારે 6.27…

મુંબઈ(Mumbai): આજે સવારે મુંબઈથી ભુજ જતી ફ્લાઈટના એન્જિનનો એક ભાગ છુટો પડી ગયો હતો. વાસ્તવમાં એલાયન્સ એરના વિમાન VT-RKJ 91-625 (BOM-BHJ) એ આજે ​​સવારે 6.27 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી.

તેના થોડા સમય પછી, મુંબઈ એર ટ્રાફિક કંટ્રોલર (ATC) એ અહેવાલ આપ્યો કે “ટેકઓફ પછી રનવે પર એરક્રાફ્ટનું એન્જિન કાઉલિંગ મળી આવ્યું હતું.” જેનો અર્થ છે કે ટેક-ઓફ દરમિયાન અથવા તે પહેલા એરક્રાફ્ટનું એન્જીન કવર અલગ થઈ ગયું હતું. અને વિમાને એન્જીન કાઉલિંગ વગર ટેક ઓફ કર્યું હતું.

જોકે, એરક્રાફ્ટને ભુજ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું હતું. એન્જિન કાઉલિંગ (Engine Cowling) ગયા પછી પણ વિમાન ટેકઓફ થવાને કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation – DGCA) એ આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

એરક્રાફ્ટ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓનું કારણ ખરાબ જાળવણી કાર્ય છે. તેમણે કહ્યું હતું કે “સામાન્ય રીતે જાળવણીના અભાવને કારણે કોયલિંગની ઘટનાઓ બને છે. આવું ત્યારે જ થાય, જયારે latches યોગ્ય રીતે ફીટ કરેલ ન હોય અને જેમ છે તેમ છોડી દેવામાં આવે. જોકે, એરક્રાફ્ટના ક્રૂએ એ પણ સુનિશ્ચિત કરવું પડ્યું હતું કે ટેક-ઓફ પહેલા વિમાન સંપૂર્ણપણે સલામત સ્થિતિમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *