નવા વર્ષમાં ત્રણ પ્રમુખ સરકારી બેંક સમગ્ર રીતે સમાપ્ત થઈ જશે. તેની જગ્યાએ એક નવી બેંક બનશે, જેનાથી તેના ગ્રાહકો પર મોટી અસર થશે. સરકાર આ વર્ષે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકનું વિલય કરવાની જાહેરાત કરી છે. નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતા વાળી મંત્રિયોની સમિતિએ તેમના વિલયના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. બેન્ક માં રહેલા બેલેન્સ ને કોઈ ફર્ક નહીં પડે પરંતુ તમારે કાગળ ની કાર્યવાહીઓ માટે દોડવું પડી શકે છે.
બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકનું વિલય થશે. આ વિલયની બાદ જે બેંક અસ્તિત્વમાં આવશે. તે SBI અને ICICI બેંકની બાદ દેશની ત્રીજી મોટી બેંક બનશે. પરંતુ આ બેંકોના ગ્રાહકોનું પેપરવર્ક ઘણું વધી જશે. ત્રણેય બેંકોનું વિલય કરીને એક નવી બેંક બનાવવામાં આવશે.
આ ત્રણેય બેંકોના ગ્રાહકોને નવી બેંકમાં પોતાનું ખાતુ ફરી ખોલવું પડશે. ગ્રાહકોને ખાતુ ખોલવા માટે એક વાર ફરી કેવાઈસીની પ્રકિયા કરવી પડશે. કેવાઈસી થઈ ગયા બાદ ગ્રાહકોને નવી ચેકબુક, ATM કાર્ડ અને પાસબુક મળશે.
દેશમાં જે પાંચ મોટા બેંક છે, તેમાં SBI, HDFC બેંક, ICICI બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સામેલ છે. આ બેંકોમાં SBIમાં અત્યારે સહાયક બેંકો અને ભારતીય મહિલા બેંકનું વિલય થઈ ગયું છે.