મહાઠગ કિરણ પટેલને લઈને ભાજપ સરકાર સામે TRISHUL NEWS ના સળગતા સવાલ- આવું થયું હોત તો સર્જાઈ શકત મોટી ઘટના

ગુજરાત(Gujarat): ગઈકાલે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માંથી પોલીસ દ્વારા એક મહા ઠગની ધરપકડ કરવામાં આવી હતી. આ મહાઠગ પોતાને આખા જમ્મુમાં પ્રધાનમંત્રી ઓફિસ(PMO)નો અધિકારી હોવાનું જણાવતો હતો. ગુજરાતનો રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ(Kiran Patel) હોવાનું સામે આવ્યું છે. જે પોતાને પ્રધાનમંત્રી ઓફિસ નો એડિશનલ ડિરેક્ટર જણાવી રહ્યો હતો. ફક્ત ને ફક્ત એટલું જ નહીં પણ આ મહાઠગને ઝેડ પ્લસ સિક્યુરિટી, બુલેટ પ્રૂફ એસયુવી ની સુવિધાઓ પણ મળી રહી હતી અને તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં જ રહેતો હતો.

આ મામલા અંગે અનેક સવાલો સરકાર સામે થઈ રહ્યા છે:
આરોપી કિરણ પટેલ ને અધિકારીઓ કે સુરક્ષા વિભાગ કેમ ઓળખી ન શક્યા? કેમ ઉચ્ચ અધિકારીઓ પણ કિરણ પટેલના ઝાસાંમાં આવી ગયા? જમ્મુ કશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સુરક્ષાની ચુક કેવી રીતે થઈ?
પ્રધાનમંત્રી ઓફિસ નું કાર્ડ અસલી છે કે નકલી તેને કેમ કોઈ તપાસ કરવામાં ન આવી? ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી તેમ છતાં પણ કેમ ઠગબાજની ઓળખ ન થઈ શકી? આરોપી બોર્ડર સુધી પોલીસ રક્ષણમાં ફર્યો તેમ છતાં પણ કેમ કોઈને ગંધ ન આવી? સંવેદનશીલ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ મળ્યો હોત તો જવાબદાર કોણ? કિરણ પટેલ ને બદલે કોઈ આંતકવાદી હોત તો શું સ્થિતિ સર્જાત?

આ પ્રકારના અનેક ગંભીર સવાલો સત્તા પક્ષ સામે ઉદ્ભવી રહ્યા છે. ત્યારે શું આ પ્રકારના મહત્વના સવાલનો જવાબ ભાજપ સરકાર આપી શકશે કે નહીં? તે તો જોવું જ રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ શંકા ના આધારે તપાસ કરવામાં આવી તો તે નકલી અધિકારી હોવાનું સામે આવ્યું છે. કિરણ પટેલની દસ દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી પરંતું આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા ગુરૂવારના રોજ ધરપકડનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

કિરણ પટેલ નામના ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વિડિયો પોસ્ટ કર્યા છે અને તેની સાથે સીઆરપીએફ જવાન પણ જોવા મળી રહ્યા છે.

એક અહેવાલ અનુસાર, કિરણ પટેલ દ્વારા વધુ પ્રવાસીઓને લાવવાની બાબત પર અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. સાથે જ તેણે દૂધપથરીને ફરવા લાયક સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ કાશ્મીર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી અને ઠગ જેવો જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવ્યો તો તેની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી. ઠગ કિરણ પટેલ પર આઇપીસી ની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *