સુરતના બારડોલીના ઉવા ગામ ખાતે એક કાર નહેરમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા.કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવતા બેનાં મૃતદેહ મળી આવ્યા હતા.જેમાં એક જ પરિવારના ભાઈ-બહેનનું મોત નિપજ્યું છે. જ્યારે કાર ડ્રાઈવર પિતા નહેરમાં તણાઈ ગયા હોવાની સંભાવનાને લઈને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અહિયાં ઉલ્લેખનિય છે કે, ધોરણ 12ની વિદ્યાર્થિની બોર્ડની પ્રેક્ટીકલની પરીક્ષા આપવા જતા અકસ્માત થયો હતો.
પીતાએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર નહેરમાં પડી
મી રહેલી વિગતો અનુસાર, બારડોલીના મઢી ખાતે આવેલા ચંપા ફળીયમાં શશીકાંતભાઈ ધનસુખભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. દીકરી ઉર્વી બારડોલીની જીએમ પટેલ વિદ્યાલયમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. જ્યારે દીકરો યશ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. આજે ઉર્વીની બોર્ડની પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી કાર લઈને નીકળ્યા હતા.આ દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર નહેરમાં જઈ પડી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને નેહરમાંથી બહાર કાઢી હતી. જેમાં ઉર્વી અને યશના મૃતશરીર મળી આવ્યા હતા. જ્યારે શશીકાંતભાઈ તણાઈ ગયા હોવાની સંભાવનાને લઈને નહેરમાં તેમની શોધખોળ ચાલી રહી છે.
પિતાએ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
સ્થાનિકો લોકોના કહેવા પ્રમાણે, કાર ડ્રાઈવર શશીકાંતભાઈએ બાઈક ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર નહેરમાં ખાબકી હતી. કાર નહેરમાં પડતા પિતાએ બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પણ તણાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.