સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે અને સાઇબર તેમજ સ્પેસ એટેક ખાળવા માટે આગામી થોડા મહિનામાં ત્રણ નવી સુરક્ષા એજન્સીઓ અસ્તિત્વમાં આવશે. ત્રણેય સેનાઓની મદદ વડે રચાનારી આ એજન્સીઓના પ્રમુખ સીધી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને રિપોર્ટ કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક આ વર્ષના અંત સુધીમાં થવાની અપેક્ષા છે.
આ ત્રણ નવી એજન્સીઓ ડિફેન્સ સાઇબર એજન્સી, ડિફેન્સ સ્પેસ રિસર્ચ એજન્સી અને આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓપરેશન હશે. સરકારના પ્રયાસ છે કે આગામી છ મહિનાની અંદર આ એજન્સીઓને સક્રિય કરી દેવામાં આવે, મોદી સરકારે તાજેતરમાં જ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ રચવાનો નિર્ણય કર્યો છે જે ત્રણેય સેનાઓ ઉપર રહેશે. નવા પ્રસ્તાવ અંતર્ગત ત્રણેય નવી એજન્સીઓ સીધા સીડીએસને રિપોર્ટ કરશે.
ત્રણ નવી એજન્સીઓની રચનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. ત્રણેય એજન્સીઓનું વડું મથક દિલ્હી ખાતે સેનાનું વડુમથક રહેશે. આ એજન્સીઓના પ્રમુખ મેજર જનરલ કે લેફ્ટનન્ટ જનરલ રેન્કના અધિકારી બનાવવામાં આવશે. આ એજન્સીઓમાં ત્રણેય સેનાઓનું પ્રતિનિધિત્વ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.