અમદાવાદ: ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે, હાલમાં જ તેનું ઉદાહરણ આપતી એક ઘટના સામે આવી છે. માહિતી મળી આવી છે કે, અમદાવાદ (Ahmedabad)માં આવેલી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં છેલ્લા બે દિવસમાં ત્રણ અંગદાન થયા છે. આ અંગદાનથી બ્રેઇનડેડ દર્દીઓને(Braindead patient) ભોગવવી પડતી વર્ષોની પીડાનો અંત આવ્યો છે. આ ત્રણ અંગદાનમાં આદિજાતીના 19 વર્ષીય બ્રેઇનડેડ ઉર્મિલાબેન વસાવાના પરિવારજનોએ અંગદાન કર્યું છે. તેમણે કરેલો અંગદાનનો નિર્ણય રાજ્યના અનેક વનબંધુઓ માટે પ્રેરણાદાયી બન્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના અસલાલીના રહેવાસી ઉર્મિલાબેનનું 20 માર્ચેના રોજ માર્ગ અકસ્માત થયો હતો, ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભયંકર માર્ગ અક્સમાતને કારણે તેઓ જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. ત્યારપછી ત્રણ દિવસની સારવાર બાદ તેઓ બ્રેઇનડેડ થયા હતા. આ સમયે ઉર્મિલાબેનના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. ઉર્મિલાબેનને અંગદાનમાં બે કિડની અને એક લીવર મળ્યું, જે કિડની હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને આપવામાં આવી હતી, જેના કારણે દર્દીને નવજીવન પ્રાપ્ત થયું હતુ.
આ સિવાય મહેન્દ્રભાઇ વાધેલાને પણ 20મી માર્ચે માથાના ભાગમાં ગંભીર થઈ હતી, જેના કારણે તેઓ બ્રેઇનડેડ થયા હતા. તેથી તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા બે કિડની અને એક લીવર દાનમાં મળ્યું હતું. ત્રીજા વ્યક્તિ, માયારામભાઇ કોરી પણ 19મી માર્ચે બ્રેઇનડેડ થયા હતા. તેમના પરિવારજનો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને એક લીવરનું દાન મળ્યું હતુ. તેથી તેમને પણ નવજીવન પ્રાપ્ત થયું હતું.
છેલ્લા 2 દિવસમાં થયેલા આ અંગદાનને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનામાં 45 અંગદાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા 136 અંગો થકી 120 પીડીત દર્દીઓનું જીવન બદલાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.