સુરત : કિડની ફેલીયોર દર્દીના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન અને રોશની મળી

દ્વારકાથી દર્શન કરી પરત ફરતી વેળા ઉલટી થયા બાદ બ્રેઇનડેડ જાહેર થયેલા જરીના વ્યવસાયી યુવાનની કિડની પણ ફેઇલ થઇ હોવા છતા તેના અંગોનું દાન કરાતા ત્રણ વ્યક્તિને નવજીવન અને રોશની મળી છે.

સુરતમાં સુમુલ ડેરી રોડ પર શ્રી નિકેતનમાં રહેતા અને જરીના વ્યવસ્યાય સાથે સંકળાયેલા  33 ભાવિનભાઇ ચેતનભાઇ જરીવાલા તા. 22મીએ સપરિવાર દ્વારકાથી ભગવાનના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ભરુચ પાસે રસ્તામાં ચક્કર આવવા સાથે ઉલટી થઇ હતી. તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું અને તા.30મી બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. આ અંગે ડોનેટ લાઇફની ટીમને જાણ થતા તેમણે પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા.

જેથી તેમના લિવરનું દાન મળતા મહેસાણાના દિપકભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (ઉ.વ.42)ને ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકને કરાયું હતું. ભાવિનના પિતા ચેતનભાઇ અને માતા પન્નાબેને જણાવ્યું કેઅમારો પુત્ર દોઢ વર્ષથી કિડનીની બિમારીથી પીડાતો હતો.  પાંચ મહિનાથી ડાયાલીસીસ પર હતો. તેની પીડા અમે જોઇ છે તેથી તે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ તેના અંગોથી અન્યોની પીડા દુર થતી હોય તે આવકાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *