દિન દહાડે તસ્કરો જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા અને માલિકને ગોળી મારી બેગ લઈ ફરાર- જુઓ CCTV ફૂટેજ

મુંબઈ(મહારાષ્ટ્ર): મુંબઈમાં થોડા દિવસો પહેલા લુંટ અને હત્યાના પ્રયાસની ઘટના સામે આવી હતી. મુંબઇના દહિસર વિસ્તારમાં દિન દહાડે લૂંટ અને હત્યાની કોશિશની ઘટના બની છે. અહીં સ્થિત ઓમસાઈરાજ જ્વેલર્સની દુકાનમાં બુધવારે સવારે ત્રણ લૂંટારુઓએ ધસી જઈ લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન વિરોધ કરી રહેલા ઓમસાઇરાજ જ્વેલર્સના માલિકને માથામાં ગોળી વાગી અને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસને સીસીટીવી ફૂટેજમાં આરોપીની તસવીરો મળી આવી હતી. ત્રણેયના ચહેરા પર માસ્ક હતા, તેથી તેઓની ઓળખ હજી થઈ નથી.

દહિસર પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ગાવડેનગરમાં સવારે 10.45 વાગ્યે બની હતી. લૂંટના ઇરાદે ત્રણેય આરોપી એક સ્કૂટી પર ઝવેરાતની દુકાન પાસે પહોંચ્યા હતા. દુકાનના માલિકને ગોળી માર્યા પછી તેઓ બે મોટી બેગમાં ઝવેરાત ભરીને ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત માલિકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જે તસ્વીરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તેમાં સ્કૂટી પર બેસીને ભાગતો નજરે પડે છે. આ ઘટનામાં ઘાયલ થયેલા દુકાનના માલિકની ખાનગી હોસ્પિટલના આઈસીસીયુમાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂટી ડ્રાઇવર સફેદ કુર્તા અને બ્લુ ડેનિમ ડ્રેસમાં હતો. તેના બીજા એક સાથીએ વાદળી રંગનો શર્ટ પહેર્યો હતો.

તપાસમાં સ્કૂટરની નંબર પ્લેટ પણ તૂટી હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં પોલીસ પ્રત્યક્ષ સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે. દહિસર પોલીસ ઉપરાંત મુંબઇ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *