દેશ અને દુનિયામાં વિવાહિત મહિલાઓ એ ગુરુવારે પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત રાખ્યું હતું અને રાત્રે ચંદ્ર ને જોઈ પાણિગ્રહણ કર્યું હતું પરંતુ મધ્યપ્રદેશમાં સતના જીલ્લામાં ત્રણ સગી બહેનોએ અનોખી રીત થી કડવાચોથ ઉજવી.
હકીકતમાં ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ત્રણેય બહેનો નો પતિ એક જ વ્યક્તિ હતો અને ત્રણેય બહેનોએ સામૂહિક રીતે વ્રત રાખ્યું હતું અને પૂજા પણ કરી હતી.
મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સીમા પર આવેલા ચિત્રકૂટ ના લોઢવા રાના કાશીરામ કોલોનીમાં રહેતા એક વ્યક્તિની લગભગ ૧૨ વર્ષ પહેલા ત્રણ સગી બહેનો સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ ત્રણેય બહેનો તેની સાથે જ રહે છે અને ત્રણેય ના બે બાળકો પણ છે.
અન્ય વિવાહિત મહિલાઓ ની જેમ જ ત્રણે બહેનો એ પણ કડવા ચોથ નો નિર્જળા ઉપવાસ કર્યો અને સાંજે ચંદ્ર ની હાજરીમાં ચારણીથી પોતાના પતિના ચહેરા ને જોયો. ત્રણેય બહેનો સંપૂર્ણ શૃંગાર કરી પોતાના પતિની વિધિ-વિધાનથી પૂજા કરી.
સામાન્ય રીતે કડવા ચોથ ની તસવીરમાં એક મહિલા જ પોતાના પતિ નું પૂજન કરતી જોવા મળે છે પરંતુ ત્રણ મહિલાઓ એક સાથે એક પતિની પૂજા કરી ચર્ચાનો વિષય બની ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.