સુરતમાં વેપારીઓને ડરાવી લૂંટ કરે તે પહેલા જ દેશી તમંચો, કાર્ટીઝ, એરગન, છરા સાથે ત્રણ ઝડપાયા 

સુરત(ગુજરાત): એસઓજીએ માહિતીના આધારે કાપોદ્રા તાપી પાળા પાસે પંચમુખી હનુમાન મંદિરની બાજુમાંથી દેશી તમંચો, કાર્ટીઝ, એરગન, છરા, મોબાઇલ ફોન સાથે 3 ની ધડપકડ કરવામાં આવી…

સુરત(ગુજરાત): એસઓજીએ માહિતીના આધારે કાપોદ્રા તાપી પાળા પાસે પંચમુખી હનુમાન મંદિરની બાજુમાંથી દેશી તમંચો, કાર્ટીઝ, એરગન, છરા, મોબાઇલ ફોન સાથે 3 ની ધડપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના એક પશુપાલકના વેપારીને લૂંટવાનું આયોજન પહેલા જ પોલીસે 3 ની પકડી પડ્યા હતા. એસઓજીએ પકડેલ આરોપીઓ પાસેથી કુલ 7600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી છે.

એસઓજીએ જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં અવાર નવાર વધતા લૂંટ, ધાડ અને ચોરીના ગુનાઓને બંધ કરવા માટે પેટ્રોલીંગ કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન પોલીસને મળેલ માહિતીના આધારે, કાપોદ્રા તાપી પાળા પાસે પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં કેટલાક વ્યક્તિ શકમંદ દેખાતા તેઓની પૂછપરછ શરુ કરી હતી. જેમાં મુકીશ ઉર્ફે મુકેશ જગદીશકુમાર કુસ્વાહ, ગજેન્દ્રસિંહ રાજકુમાર કુસ્વાહ, એજન અને રાકેશકુમાર વિજયપાલસિંહ કુસ્વાહ એજન વાળાની અંગ ઝડતીમાં દેશી હાથ બનાવટનો તમંચો નંગ-1, કાર્ટીઝ નંગ-1, એરગન નંગ-1, તેના છરા નંગ-20 તથા મો.ફોન નંગ-2  એમ કુલ કિંમત રૂપિયા 7600 નો ગેરકાયદેસર મુદ્દામાલ મળી આવ્યો હતો.

ઉંડાણપૂર્વક આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણેય કાપોદ્રા તાપી પાળા પાસે આવેલ રઘુવીર મીલ્ક પ્રોડકશનમાં ડેરી પ્રોડક્ટ બનાવવાનું કામ કરે છે. તેઓની દુકાનની સામે ભેંસોનો તબેલો ધરાવતા દિનેશભાઈ વિક્રમભાઈ મેરે તેઓને ત્રણેયને પૈસાની લાલચ આપીને મહારાષ્ટ્રથી સુરત તથા આજુબાજુના વિસ્તારોમાં ભેંસો ખરીદવા માટે વેપારીઓ અવાર નવાર આવતા હોય છે. તેથી તેમની પાસે મોટી રકમ રહેતી હોય છે. જેથી આવા વેપારીઓને લૂંટી શોર્ટ કટમાં પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો.

આ કાવતરામાં વેપારીઓને ડરાવી લૂંટ કરવા માટે હથીયારો ખરીદવા ગયેલા આરોપીઓ ઉત્તરપ્રદેશ આગ્રા જિલ્લાના વોન્ટેડ આરોપી પાસેથી હથીયારો ખરીદી કરી સુરત આવ્યા હતા. આરોપી દિનેશભાઈ મેરના જણાવ્યા પ્રમાણે ભેંસોના વેપારીને લૂંટવાના હતા. તે પહેલા પોલીસના હાથે પકડાય ગયા હતા. આ મામલે એસઓજીએ વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *