સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા સમયથી સ્પા (Spa)ની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર (Prostitution)ના ધંધાની ઘટનો પણ ખુબ જ વધી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલાય કુટણખાના ઝડપી પાડ્યા છે, ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અડાજણ (Adajan)ના માર્વેલા બિઝનેસ હબ (Marvelous business hub)ના પહેલા મળે ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે રેડ કરીએ ત્રણ મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. સાથે જ સંચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા રેડ કરાઈ હતી:
મળતી માહિતી અનુસાર, અડાજણ પોલીસ સ્ટેશન હદમાં આવેલા સ્પાના નામે ચાલતા દેહવેપારના ધંધા ઉપર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. મારવેલા બિઝનેસ હબના પહેલા માળે દુકાન નંબર 117મા આદર્શ મસાજ પાર્લર નામની દુકાનના માલિકે પોતાની દુકાનમાં સંચાલક તરીકે વિજયકુમાર રાજેન્દ્રકુમાર દરિયાને રાખ્યો હતો. તેમ જ ત્રણ ભારતીય મહિલાઓને દુકાનમાં રાખી કસ્ટમર અને બોલાવી તેમની પાસે શરીર સુખ માણવાની પૂરી પાડવામાં આવતી હતી. આ અંગેની પોલીસને બાતમી મળી હતી.
રોકડા 9000 કબજે કરાયા:
બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે આ ખુલાસો થયો હતો. તેમજ રેડ દરમિયાન પોલીસને 9,000 નો મુદ્દા માલ મળ્યો હતો. તથા સંચાલકને પકડી લેવામાં આવ્યો હતો. દુકાનના મૂળ માલિક નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ કામમાં હાજર મળી આવેલી ત્રણ ભારતી મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.