સુરતમાં જવેલર્સમાં સોનાની ચોરી કરનાર ત્રણ મહિલાને પોલીસે ઝડપી પાડી- જુઓ કેવી રીતે આપતી ઘટનાને અંજામ

આજકાલ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી મહિલાઓના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મોટા ભાગે મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જતી જોવા મળે છે. હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં માણકી જ્વેલર્સની દુકાનમાં ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને પ્રવેશી હતી. આ મહિલાઓએ સામાન્ય ગ્રાહકોની જેમ દાગીના જોવાના શરૂ કર્યા હતા અને જોતા-જોતા સોનાની ચેઈન ચોરી લીધી હતી.

માણકી જવેલર્સમાં સેલ્સ ગર્લની નજર ચૂકવીને માસ્ક પહેરીને આવેલી ત્રણ મહિલાઓએ રૂપિયા 1 લાખની સોનાની ચેઈન ચોરી લીધી હતી. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળે છે કે, આ ત્રણ મહિલાઓમાંથી એક મહિલા સતત સેલ્સ ગર્લ અને આસપાસના કસ્ટમર પર નજર રાખી રહી હતી. દુકાન માલિકે સરથાણા પોલીસ મથકમાં મહિલા ગેંગ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ કરાવતા પોલીસએ સીસીટીવીના આધારે ચાર મહિલાની વાપીની એક હોટલ માંથી ધરપકડ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, આ ત્રણ મહિલાઓ પૈકી વચ્ચે બેઠેલી મહિલાએ તેને હાથમાં દાગીના જોવા માટે આપ્યા હતા. આ દરમિયાન સેલ્સ ગર્લની નજર ચૂકવીને સોનાની ચેઈનની ચોરી કરી લીધી હતી. મહિલાઓએ દાગીના જોયા બાદ ખરીદી કર્યા વગર જ્વેલર્સની દુકાનમાંથી નીકળી ગયા હતા.

પોલીસે લાગેલા સીસીટીવી અને જે કાર માં મહિલાઓ આવી હતી તે કાર ના નંબર પ્લેટ ના આધારે આ ચોર મહિલા ની શોધ શરૂ કરી હતી તો મહિલા ઓ ની આ કાર અમદાવાદ તરફ જતી હોઈ પોલીસ એ અમદાવાદ તફર દોડ મૂકી હતી પણ મહિલા ઓ નું લાસ્ટ લોકેશન એક સોની ને ત્યાં મળી આવ્યુ હતુ પોલીસ એ સોની ની પુછ પરછ કરતા તે ત્યાં ચોરી ના સોના ના દાગીના વેચવા આવી હોવાનું કબલ્યુ હતું. પોલીસ એ સોનીની અટકાયત કરી તેની પાસે થી ચોરી ના દાગીના કબ્જે લઈ મહિલા વિશે વધુ પુછ પરછ હાથ ધરી પોલીસ ની પુછ પરછ માં મહિલાઓ વાપીની એક હોટલમાં હોવાનું માલુમ પડતા પોલીસે એક ટિમ વાપી મોકલી ત્યાં આ ચાર મહિલા પોતાના વતન જવા નીકળે એ પહેલાં જ પોલીસએ ચાર ચોર મહિલા ની ધરપકડ કરી લીધી છે.

પકડાયેલી મહિલા રીઢી ગુનેગાર હોવાનું બહાર આવ્યુ હતુ તે મહારાષ્ટ્રના પુણા થી ગુજરાતમાં માત્ર ચોરી ને અંજામ આપવા હોવાનું બહાર આવ્યુ સુરત સહિત ગુજરાત માં આજ રીતે અનેક ચોરી ને અંજામ આપીયા હોવાનું બહાર આવ્યુ પોલીસે તેમની પાસે થી અન્ય ચોરી ના દાગીના રોકડ રકમ સહિત સોનાના દાગીના વજન કરવાનો ડિજિટલ કાંટો પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે .

ત્યારે પકડાયેલી મહિલા એ ગુજરાત ભર માં ચોરી કરી હોઈ અને અન્ય ચોરી ના મોટા રાઝ પણ ખુલે તેવી શક્યતા સેરવાઈ રહી છે સાથે જ પોલીસ એ આ માહિલા ચોર ના કોર્ટમાંથી રીમાંડ મેળવી તેની વધુ પુછ પરછ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *