Three youths died in Surat accident: સુરત (Accident In Surat) જિલ્લામાં કોઈ પણ પ્રકારના રોકટોક વગર ચાલી રહેલા ટ્રકોના કારણે લોકોના જીવની પાછળ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઓવર સ્પીડે ચાલી રહેલા લોકોના કારણે છાશવારે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં વધુ એક કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જી ત્રણ લોકોનો જીવ લીધો (Three youths died) છે.
સુરતના માંડવી તાલુકામાં(Mandvi Taluka) તડકેશ્વર ગામ નજીક ગઈ કાલે મોડી રાત્રે ડમ્પર અને બાઇકચાલક વચ્ચે એક જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જનાર ડમ્પરચાલક ડમ્પર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને થતા માંડવી પોલીસ અત્યારે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માંડવી તાલુકાના કેવડિયા ગામ ખાતે રહેતા અને કંપનીમાં નોકરી કરી પરિવારનું બીજ ચલાવતા ત્રણ યુવાનો ગઈકાલે મોડી રાત્રે માનવીના ત્રણકેશ્વર ગામ નજીક એક કંપનીમાં નોકરી કરી ઘરે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન બાઈક સવાર અને ડમ્પર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઈક પર બેસેલા ત્રણ યુવાનો રોડની બીજી બાજુ પટકાયા હતા.
અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ભાગવાની તૈયારીમાં બાઇકને 100 મીટર જેટલી દૂર ઢસેડી હતી. ડમ્પર ચાલક ડમ્પર ત્યાં મૂકીને તે સ્થળેથી ભાગી ગયો હતો. આ ત્રણ યુવાનો નોકરી કરી પરિવારની મદદ કરતા દીકરાઓનું આ ઘટનામાં મોત થયું હતું તેના કારણે ગામમાં શોક પ્રસરી ગયો છે. ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ કરી રહ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રથમ વ્યક્તિ વિપુલ ચૌધરી જેવો પરિવારમાં એકના એક માત્ર કમાવનાર વ્યક્તિ હતા અને તેઓના બે જ મહિનામાં લગ્ન થવાના હતા. મૃત્યુ પામનાર બીજી વ્યક્તિ શંકરભાઈ ચૌધરી જેવો પરિવારમાં એકના એક સંતાન હતા અને તેમને એક નવ વર્ષનો અને એક સાત વર્ષના બે દીકરાઓ હતા. મૃતક પામનાર ત્રીજા વ્યક્તિ પિયુષ મુકેશભાઈ ચૌધરી જેઓના લગ્ન પણ બે મહિના પહેલા જ થયા હતા.
માંડવી પોલીસે જણાવ્યા મુજબ, અકસ્માતની ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર જ પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જના ડમ્પર ચાલક ભાગી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતક યુવાનોના કબજો લીધો. અને પોસ્ટમોર્ટમ માટે નજીકના સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમજ અકસ્માત સર્જનાર ભાગી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.