ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટીમાં(AAP)ના નેતા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala) અને સમાજ સેવક તથા ઉદ્યોગપતિ મહેશ સવાણી(Mahesh Savani) આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ અને હોદ્દાઓ પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકતાઓમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં હજી કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી છોડે તેવી પૂરેપૂરી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે.
ત્યારે હવે AAP પાર્ટીમાંથી વધુ એક વિકેટ પડી શકે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજીનામાની હેટ્રિક બાદ આમ આદમી પાર્ટીમાંથી વધુ એક વિકેટ પડે તો નવાઈ નહીં. વિદ્યાર્થી નેતા ગણાતા યુવરાજસિંહ પણ ગુજરાતી સિંગર વિજય સુવાળાના રસ્તે જઈ શકે છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. યુવરાજસિંહ જાડેજા(Yuvraj Singh Jadeja) આમ આદમી પાર્ટીમાં રહીને પણ પોતાને વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાવી રહ્યા છે. ત્યારે હાલ યુવરાજસિંહને લઈને વિવિધ અટકળો તેજ ચાલી રહી છે.
સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે તે સૌથી પહેલા ત્રિશુલ ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે બીજી બાજુ આમ આદમી પાર્ટીની હાલત ખુબ જ ખરાબ દેખાઈ થઇ રહી છે. ગાંધીનગરમાં હાર પછી પણ ગર્જ્યા મેહ વરસ્યા નહીં. જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં સંગઠનના પાયા કમજોર, હજુ પણ વિકેટ ખરે તેવું અટકળો તેજ બની રહી છે.
હું આપમાં નથી પરંતુ આપ મારામાં છેઃ આપ નેતા ઈસુદાન ગઢવી
રાજીનામાઓનાં દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું આપમાં નથી પરંતુ આપ મારામાં રહેલું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આજે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે મોટા ખુલાસાઓ કરવામાં આવશે. આ ઉપરાંત જે પણ નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાનાં કારણે નથી ગયા પરંતુ પોતાની અંગત તકલીફો અને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને રાખીને જ તેઓ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચુક્યાં હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આમ આદમી પાસે પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીની જોડી સિવાય કોઇ રહ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.