પહેલા પતિને છોડીને ચાલી ગયેલી આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરનું કોલ રેકોર્ડિંગ વાઇરલ- જાણો ગોપાલ ઇટાલિયા વિશે શું બોલ્યા

ગુજરાત(Gujarat): હાલમાં જોવા જઈએ તો ગુજરાતનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. કારણ કે, પહેલા ભાજપ(BJP)નો કેસરિયો ધારણ કરેલ વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને હવે આપનું ઝાડું છોડીને ફરી એક વખત ભાજપમાં જોડાયા છે. જેને કારણે હવે આમ આદમી પાર્ટી(AAP)ને વધુ એક ઝટકો લાગ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક ઓડિયો કલીપ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો કલીપમાં ભાજપના કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે વાતચીત થઇ રહી છે. વાયરલ થઇ રહેલી આ ઓડિયો કલીપમાં ભાજપના કાર્યકર્તા યોગેશ મુંજપરા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઋતા દુધાગરા એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે.

આ ઓડિયો કલીપમાં બંને ગોપાલ ઈટાલીયા વિશે વાતચીત કરી રહ્યા છે. બંને વચ્ચે થઇ રહેલી વાતચીતની શરૂઆત કથાના મુદ્દાથી થઇ રહી છે. ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છે કે, પહેલા કથાકારોને હીજડા કહેતા હતા અને હવે હવનમાં લાઈવ થઈને બેઠા છે. પરંતુ આ વસ્તુ યોગ્ય નથી તેવું ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છે. વધુમાં કહ્યું કે, કથાકારને હીજડા કહેનાર ગોપાલ ખુદ જ ખોળે જઈને બેઠા. આ બધાની એક મુસ્લિમ વિચારધારા છે. જરૂર પડે ત્યારે આમ કરે જરૂર ન હોય ત્યારે તેમ કરે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કહી રહ્યા છે કે, હમણાં ચુંટણીના સમય પર ખુબ કામ કર્યું છે. ત્યારે હવે બધા કાર્યકર્તાઓને સાઈડલાઈન કરી દીધા છે. હાલમાં કેટલા કાર્યકર્તાઓ નારાજ છે. વધુમાં કહી રહ્યા છે કે, અમારા લેવલથી કાઈ નહી થાય તમે તમારા ઉપરના નેતાઓને કહો એટલે એ લોકો કઈ એક્શન લે અને એ લોકો કઈક કરે. તેના જવાબમાં ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છે કે, આમાં મોટા નેતા કોને કેવા જાવું તમે જ કહો ચાલો બેન. તમે કહો એ નેતાને હું હમણાં ફોન કરું ચાલો તમે કહો.

વધુમાં ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી આમ તો બોવ મોટા મોટા વાયદાઓ કરી રહી છે. આમ કરી નાખુંને તેમ કરી નાખુંને પણ ફોનમાં જવાબ આપવાની તેવડ નથી. વધુમાં તે કહી રહ્યા છે કે, બેન તમે આમ આદમી પાર્ટીમાં રહીને ખુશ છવો? ત્યારે તેના પ્રતિઉત્તરમાં જવાબ આપતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કહે છે કે, જો એમાં કહીએ તો અમે પહેલા તો કોર્પોરેશનમાં કહેવાઈએ આમ આદમી પાર્ટી તો પછી. કેમ કે આ પાર્ટીમાં રહીને અમે જીત્યા છીએ. લોકોએ પાર્ટીને જોઇને જ અમને મત આપ્યા છે.જેથી અમારે કોર્પોરેશનમાં રહીને અમારે લોકોના કામ તો કરવા જોઈએને?

ત્યારે ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છે કે, આપણે કોર્પોરેશનમાંથી જીતીને આવ્યા છીએ. શું કરવા આવ્યા કામ કરવા આવ્યા છીએ. જનતાને સારું કામ અને સારી સેવાઓ મળે તે જ આપણે કામ કરવાનું છે. પરંતુ મારું કહેવું છે કે, તમે આમ આદમી પાર્ટીમાં જોડાણા તમને યોગ્ય લાગે કે આ બધું યોગ્ય છે? પાર્ટીનું કામ તમને યોગ્ય લાગે છે? ત્યારે આપના કોર્પોરેટર કહી રહ્યા છે કે, અમે જોડાણા ત્યારે પાર્ટી ખુબ જ સારી હતી, બહુ જ સારું સંગઠન હતું. ત્યારે ધીમે ધીમે સારા સારા લોકો નીકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *