સૌરાષ્ટ્રમાં ફરી એક વખત તીડનાં ટોળેટોળાં ત્રાટકયા, જુવાર, બાજરો, અને રજકાંનાં પાકો પર આક્રમણ

ગુજરાત રાજ્યમાં એક વાર ફરી તીડનાં ટોળાંએ આતંક મચાવ્યો છે. રાજ્યનાં 9 જિલ્લાઓમાં તીડનાં ઝુંડ  ત્રાટક્યા છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. એક તરફ સમગ્ર દેશથી લઇને રાજ્યમાં કોરોનાએ વાતાવરણ ગંભીર બનાવ્યું છે તો બીજી બાજુ હવે રાજ્યમાં તીડનાં ઝુંડે ખેડૂતોમાં મુશ્કેલી ઉભી કરી છે. રાજ્યનાં 9 જિલ્લાઓ જેવાં કે અમરેલી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડનાં ટોળેટોળાં ઉમટ્યાં છે. આ અગાઉ પણ રાજ્યમાં 4 કરોડથી વધુની સંખ્યામાં તીડ ત્રાટક્યા હતાં.

કૃષિ નિયામકે જણાવ્યું કે, ‘રાજસ્થાનમાં સ્થિર તીડનું ઝુંડ હવે પૂર્વ તરફ ફંટાયું છે. રાજસ્થાનનાં પણ અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં તીડનું ઝુંડ સ્થિર થઈ ગયું છે. રાજ્યમાં 200થી 500ની સંખ્યામાં તીડનાં ઝુંડે આક્રમણ કરી દીધું છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર સાથે પણ સતત સંપર્કમાં છે.’

સૌરાષ્ટ્રનાં ગઢડા તાલુકાનાં ઉમરડા, વિકળિયા, જલાલપર તેમજ બરવાળા તાલુકાનાં રામપરા સહિતનાં આસપાસનાં કેટલાંક ગામડાંઓમાં તીડનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં છે. તીડનાં ઝુંડે જુવાર, બાજરો, અને રજકાંનાં પાકોમાં આક્રમણ કર્યું છે. જો કે પહેલાની જેમ હાલમાં ફરી વાર તીડને ભગાવવા ખેડૂતો ખેતરે કામધંધો છોડીને તીડને ઉડાવવા થાળી લઇને ખેતરમાં પહોંચી ગયા છે. 2019 બાદ હવે 2020નું વર્ષ પણ ખેડૂતો માટે આકરુ સાબિત થયું છે.

અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ તીડ મામલે સતર્ક થયું છે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં પણ તીડનાં આક્રમણની શક્યતાને જોતા ખેતીવાડી વિભાગ દ્વારા 28 ગામોમાં 10 ટીમો દ્વારા નિયંત્રણ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ખેડૂતોને તંત્ર દ્વારા તીડ નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાયું છે. જિલ્લામાં 19 હજાર હેકટર જમીનમાં ઉનાળું વાવેતર કરાયું છે. એક બાજુ જ્યારે ખેડૂતો કોરોના અને ઉનાળું પાકને લઈને ચિંતિત છે ત્યારે એવામાં પાકિસ્તાન અને રાજસ્થાનથી ત્રાટકેલા આ તીડનાં ટોળાંએ ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *