TikTok વિડીયો પાછળ લોકો એ હદે ગાંડા થતા જાય છે કે તેમને સમય કે સ્થળનું જાણે ભાન જ નથી રહેતું. દેશમાં યુવાધન જાણે ભાન ભૂલી ગયું હોય એમ ગમે ત્યાં ટિક્ટોક ના વિડીયો બનાવતું હોય છે. તાજેતરમાં જ કોમી એકતા મુદ્દે થયેલી ફરિયાદ બાદ ટિમ 07 ના 3-4 યુવકોને જેલની હવા ખાવી પડી હતી દુષણ ગુજરાતમાં પણ પ્રવેશી ગયું છે. મળતી માહિતી મુજબ મહેસાણાનો એક ટિક્ટોક વિડીયો વાઇરલ થયો છે તે બીજે ક્યાંય નહીં પણ પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવ્યાનું સામે આવ્યું છે. વીડિયો બનાવવાનું ભૂત આ યુવતી પર એવું સવાર હતું કે તેણે લોકઅપ પાસે જ વિડીયો શૂટ કરી લીધો.
આ વિડીયો મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનનો છે તેવું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં દેખાતી યુવતી પ્રથમ દ્રષ્ટિએ તો પોલીસમાં ફરજ બજાવતી હોય રવુ જણાઈ રહ્યું છે. જોકે યુવતી ખરેખર કોણ છે તે અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી. લોકઅપ પાસેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પણ આ અંગે તપાસ શરુ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસના ઉચ્ચઅધિકારીઓ આ યુવતી પર કડકમાં કડક પગલાં લેવાનું વિચારી રહયા છે.
વાઇરલ થયૅલા વિડીયો બાબતે મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું કે વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો મહેસાણાનો છે કે બહારનો તેની તપાસ કરીશું. વીડિયો ગમે ત્યાંનો હોય પણ પોલીસ ખાતામાં શિસ્ત હોવી ખૂબ જરૂરી છે.
આ તો જેલના લોકઅપ ની વાત હતી પણ થોડા દિવસો પહેલા દિલ્હીમાં એક યુવતીએ સરકારી બસમાં કન્ડક્ટર સાથે વિડીયો શૂટ કર્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ કન્ડક્ટરે પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ ટિક્ટોક આજે ઘણાના જીવન બરબાદ કરી રહ્યું છે તે જોતા કડકમાં કડક સજા કરીને સમજમાં દાખલો બેસાડી શકાય તો આ દુષણ અટકે તેમ છે. અગાઉ ટિક્ટોક ના વિવાદિત વીડિયોને લઈને ભારતભરમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો પણ ફરી તેને શરુ કરવામાં આવ્યું છે.