હાલ એક ટિકટોક સ્ટારે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેનું નામ શહજાદ અહમદ છે. તે 20 વર્ષનો હતો. શહજાદે પોતાની કોઇ મહિલા પ્રશંસકને લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને નકારી કાઢવામાં આવતાં તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ જાણકારી મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનએ ગુરૂવારે જણાવ્યું કે, ટિકટોક પર શહજાદના ફોલોઅર્સની સંક્યા 10 લાખ કરતાં પણ વધુ હતી. તે પહેલાં પણ તેણે પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કર્યા હતા. પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો હતો.
શહજાદના ભાઇ સજ્જાતે પોતાની ફરિયાદમાં કહ્યું કે, ‘શહજાદને એક છોકરી સાથે પ્રેમ હતો, પરંતુ તેના પિતા દ્વારા વારંવાર મોકલેલા લગ્નના પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો. જેના લીધે શહજાદ ખૂબ પરેશાન થઇ ગયો હતો અને આખરે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
શહજાદના એક મિત્રએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનને જણાવ્યું, ‘બે વર્ષ પહેલાં એક છોકરીએ પોતાને શહાજાદના ફેન ગણાવતાં સંપર્ક કર્યો હતો. ધીમે ધીમે મિત્રતાનો આ સંબંધ પ્રેમમાં બદલાય ગયો. પરંતુ છોકરી માત્ર 16 વર્ષની છે અને સ્કૂલમાં ભણે છે. શહજાદે છોકરીને પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ છોકરીની ઉંમર ઓછી થવાના લીધે તેને ના પાડી દીધી હતી. આ ઘટના પાકિસ્તાનમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle