રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત, ચારેયના ઘટનાસ્થળે જ નીપજ્યા કમકમાટીભર્યા મોત

ખેડા(ગુજરાત): આજકાલ દરરોજ બની રહેલા અકસ્માતના બનાવોમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે ખેડા(Kheda) જિલ્લાના કપડવંજ મોડાસા રોડ(Kapadvanj-Modasa Road) પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો છે. જેમાં ચાર મિત્રના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, આઈસર ટ્રક(Eiser truck) અને કાર(car) વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રણુજા(Ranuja)થી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ મિત્રોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 4નાં કરુણ મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસ(police) દ્વારા ફરિયાદને આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કપડવંજ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે શુક્રવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થતી કેળા ભરેલી આઈસર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહન સામસામી ધડાકાભેર અથડાતાં કારનો ભુક્કો થઇ ગયો હતો. જાણવા મળ્યું છે કે, આ અકસ્માત બાદ આઈસર ટ્રકચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

આ અકસ્માતને પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો પૈકી 4ને શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી નામની વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોના મતે ઉપરોક્ત બન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલી તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે. જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પંથક પાસે જ તેમને અકસ્માત નડ્યો હતો.

હાલ મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં પોસ્ટમોર્ટમ કરી તેમના મૃતદેહ પરિવારને સોપી દેવામાં આવશે. આ સાથે જ કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણા દ્વારા જાણવા મળ્યું છે કે, આ અંગે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

મૃતકોનાં નામ:
શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33)
રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55)
નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35)
મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *