ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક હાઈવે છે, જેની વચ્ચે એક ઘર આવેલું છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ ઘરની મહિલા વાહનોની ગતિની વચ્ચે પોતાનું જીવન હાઈવે પર વિતાવી રહી છે. આપને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે થઈ શકે છે તથા શા માટે સ્થાનિક વહીવટ દ્વારા તેને હાઇવેનાં નિર્માણ દરમિયાન દૂર કરવામાં આવ્યુ નથી.
ખરેખર, જ્યારે ત્યાં હાઇવે બનાવવામાં આવી રહ્યો હતો, તે સમયે, સ્થાનિક વહીવટીતંત્રે આ મકાનને રસ્તામાં હટાવવાં માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતાં. આ ઘરની મહિલા અડગ રહી અને ખસેડવાની પણ ના પાડી હતી. ત્યારપછી, નાના ઘરની આસપાસ હાઇવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. હવે મહિલા વાહનની વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહી છે.
હાઇવેનાં નિર્માણ પહેલાં, એ ઘરનાં માલિકે એટલે કે મહિલાએ પોતાનું મકાન કુલ 1 દાયકા સુધી સરકારને વેચવાની ના પાડી દીધી હતી. તેમણે આની માટે સરકાર પાસેથી વળતર લેવાની પણ ના પાડી દીધી હતી.
ફોટાને જોતાં જ ખબર પડે છે, કે આ મહિલા દક્ષિણ ચીનનાં ગુઆંગડોંગ પ્રાંતમાં નવા હેઇજુઆન બ્રિજની વચ્ચે પોતાનાં નાના એવાં મકાનમાં જ રહે છે. આ માત્ર 1 માળનો ફ્લેટ 40 ચોરસ મીટરનો છે. ગુઆંગડોંગ TV સ્ટેશન અનુસાર, ઘર એ ચાર રસ્તાની ટ્રાફિક કડીની મધ્યમાં એક ખાડામાં આવેલું છે.
તે ઘરની માલકિનનું નામ લીઆંગ છે. ‘ધ સન’ નાં અહેવાલ મુજબ, મહિલા ત્યાંથી આગળ વધવા માટે સંમત ન હતી. કારણ કે સરકાર એને આદર્શ સ્થાને સ્થિર કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેમણે કહ્યું કે, તમે વિચારો છો કે આ વાતાવરણ ખરાબ છે, પરંતુ મને લાગે છે કે તે ખુબ જ શાંત, મુક્ત, સુખદ તથા આરામદાયક પણ છે. તેણે જણાવતાં કહ્યું, કે તે પરિણામનો સામનો કરવામાં ખુશ છે તેમજ બીજા લોકો એનાં વિશે શું વિચારે છે એ પણ તે વિચારતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP