વેક્સ કરવાથી ત્વચાનો મેલ દુર થાય છે અને ત્વચા સુંદર થઇ જાય છે. પણ ઘણી મહિલાઓને વેક્સ કરાવ્યાં બાદ અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. તેમને હાથ પગ પર ફોલ્લીઓ અને ખંજવાળની સમસ્યા થાય છે જે તેમને લાંબા સમય સુધી દુર થતી નથી. ત્યારે આ તકલીફ દૂર કરવાં માટે શું કરવું જાણો તેની ખાસ ટીપ્સ.
વેક્સ કર્યા બાદ એલોવેરા જેલનો ઉપયોગ કરો. તેનાંથી સ્કિન પરની ફોલ્લીઓ અને ખંજવાળમાં રાહત મળશે. એલોવેરાનું જેલ કાઢી લો અને તેને બોક્સમાં ભરી લો. વેક્સ કર્યા બાદ આ જેલને ત્વચા પર લગાવો અને તેનાથી મસાજ કરો. મસાજ કર્યા બાદ તેને પાણીથી ધોવાની જરૂર પડતી નથી.
વેક્સ કર્યા પછી લીંબુનો રસ, નાળિયેર તેલ અને ટી ટ્રી ઓઇલ લગાવવું જોઇએ. જો તમને ખંજવાળ આવે છે, તો તેના ઉકેલ માટે તમે બેબી પાવડર પણ લગાવી શકો છો.
જો તમને વેક્સ કર્યા પછી ત્વચા પર ફોલ્લીઓ થઈ રહી છે, તો પછી તેના પર બરફ ઘસવો જોઈએ. જ્યાં સુધી ફોલ્લીઓ ઓછી ન થાય ત્યાં સુધી આ ઉપાય શરુ રાખો. જો તમને ઝડપી રાહત મેળવવા માંગતા હોય, તો તમે બરફ સાથે એલોવેરા અથવા કાકડીનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે એક ટ્રેમાં એલોવેરા અને કાકડીનો રસ પાણી સાથે ભેળવો અને તેને ફ્રીઝરમાં સ્ટોર કરો.
તમને જો વેક્સ બાદ ફોલ્લી અને ખંજવાળની સમસ્યા રહેતી હોય તો ક્યારેય વેક્સ કર્યા બાદ સાબુથી હાથ પગ ધોવા નહીં. તેનાથી તમને રાહત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle