મોટાભાગની મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે. કમર અને કપ સાઈઝ સાચી પસંદ કરવી કેટલાએ લોકો માટે મુશ્કેલ હોય છે. લગભગ 80 ટકા મહિલાઓ માટે. આ અમે નહી એક સર્વેમાં બહાર આવ્યું છે. એક ખોટી સાઈઝનું અંડરગાર્મેન્ટ તમને અસહજતાનો અહેસાસ કરાવી શકે છે.
દરેક મહિલાને પોતાની બ્રાની સાઈજ કેવી રીતે પસંદ કરવી તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. બ્રા ખરીદતા સમયે આ ટીપ્સનું ધ્યાન રાખો
બ્રા સ્ટેપ્સ સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. બ્રા હંમેશા ટાઈટ હોવી જોઈએ. સ્ટ્રેપની ઈલાસ્ટીક ચેક કરવાનું ના ભૂલો. તેને નજીકથી જુઓ. સ્ટ્રેપ આરામદાયક અને મુલાયમ હોવી જોઈએ, જેથી ખભાને તકલીફ ન પડે. બ્રા ખરીદતા સમયે તેની સ્ટ્રેપ ચેક કરવી ખુબ જરૂરી છે.
હંમેશા એવી જગ્યા પરથી બ્રા ખરીદો જ્યાં વેરાયટી મળતી હોય. બ્રા ખરીદતા સમયે પોતાની બોડી ટાઈપ અને સાઈજનું ધ્યાન રાખો. તે હિસાબથી જ બ્રા ખરીદો. જે પ્રકારનો બોડી સેફ હોય તે પ્રકારની બ્રા ખરીદવી જોઈએ.
એક જ સ્ટોરથી ખરીદવાનો આગ્રહ રાખો. સ્ટોર વારંવાર બદલવાથી બ્રાની સાઈજ પણ ઉપર-નીચર રહે છે. જેથી એક જ સ્ટોર પરથી બ્રા ખરીદવાનું રાખો.
ફેશનેબલ બ્રા ખરીદવા જઈ રહ્યા છો તો, તે ખરીદતા સમયે એક વાતનું ધ્યાન રાખો કે ક્લીવેજ એરિયા અને બાંહની આસપાસનો ભાગ ન જુઓ.
પૂરી રીતે આ ભાગ કવર થવો જોઈએ. જરૂરી નથી કે, કોઈ અન્ય વ્યક્તિ પર તે વસ્તુ સારી લાગી રહી હોય તો, તમારી પર પણ તે સારી લાગશે. દરેક વ્યક્તિનો બોડી શેપ અલગ હોય છે. પોતાના બોડી શેપ પ્રમાણે ફેશનેબલ બ્રા ખરીદો.
બ્રા પહેરીને જરૂર ચેક કરો. અને બ્રા પહેર્યા બાદ ઉપર-નીચે કરીને જુઓ. કેટલીક વખત આવું કરવાથી સ્કિન બ્રાની બહાર આવી જાય છે. જેનો મતલબ સાઈજ ખોટી છે. હંમેશા એક સાઈઝ મોટા કપની બ્રા ખરીદો. જેથી હાથ ઉપર-નીચે કરતા સમયે સ્કીન બ્રાથી બહાર ન નીકળે.